ચીનના યુતુ-૨ રોવરે ચંદ્રની સપાટી પર મિસ્ટ્રી હાઉસ શોધી કાઢ્યું!




ચીનના યુતુ-૨ રોવરે ચંદ્રની સપાટી ઉપર રહસ્યમય બાંધકામ શોધી કાઢ્યું છે. એ શું હશે તેને લઈને તરેહ તરેહની અટકળો થઈ રહી છે. કોઈએ એને એલિયન્સનું ઘર ગણાવ્યું તો કોઈએ જૂના મિશનનો કાટમાળ ગણાવ્યો.
યુતુ-૨ રોવરની એક તસવીર ચીને શેર કરી છે. એ તસવીરમાં રોવરના લોકેશનથી ૮૦ મીટર દૂર એક રહસ્યમય બાંધકામ દેખાઈ રહ્યું છે. હજુ એ રોવર ત્રણથી ચાર મહિના કામ કરશે એ દરમિયાન આ સ્થળ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવે એવી શક્યતા છે. ચીનના કહેવા પ્રમાણે રોવર વોન કર્મનના ખાડા પાસે પહોંચ્યું હતું અને ત્યાંથી તેનો રસ્તો શોધતું હતું ત્યારે તેણે આ સ્થળની તસવીરો પાડી હતી.
ચીની વિજ્ઞાાનિકોના કહેવા પ્રમાણે રોવરે દૂરથી એક બાંધકામ શોધી કાઢ્યું છે. જેને મિસ્ટ્રી હટ યાને રહસ્યમય ઝૂંપડી નામ આપવામાં આવ્યું છે. એ તસવીરો રજૂ થયા પછી લોકોએ ભાત-ભાતની અટકળો શરૃ કરી હતી.
કોઈએ એવું કહ્યું હતું કે ચંદ્રની મુલાકાતે આવેલા એલિયન્સનું યાન તૂટી ગયું હશે એટલે એલિયન્સે રહેવા માટે આ ઘર બનાવ્યું હશે. કોઈએ વળી એવો તર્ક લગાવ્યો હતો કે જૂનું કોઈ મિશન ચંદ્ર ઉપર પહોંચ્યું હશે ત્યારથી તેનો કાટમાળ ખડકાયેલો પડયો હશે. જે આપણી આંખોના ભ્રમને લીધે રહસ્યમય ઘર જેવો દેખાય છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dsJbtE
via IFTTT

Comments