ખેરાળુ ને માંડવી એપીએમસીમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

ખેરાળુ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપની પેનલનો ૧૫માંથી ૧૨ બેઠક પર ભવ્ય વિજય થયો હતો. વેપારી મત વિભાગની ૪ બેઠકો પર અગાઉથી જ ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આજે ૧૧ બેઠક માટે થયેલા મતદાનને અંતે ૮ બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા. બીજીતરફ સુરતના માંડવી વિસ્તારની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની યોજાયેલી ચૂંટણીમાં તમામ ૧૫ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનું સહકાર સેલના પ્રમુખ બિપીન પટેલા આજે જણાવ્યું હતું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lJxq6z
via IFTTT

Comments