ભારતમાં પેહલીવાર ઠીંગણી વ્યક્તિએ ડ્રાઇવિંગ લાયન્સ મેળવ્યું


લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં વિક્રમ

120થી વધુ ડ્રાઇવિંગ સ્કૂલોએ વિવિધ બહાના આપી ડ્રાઇવિંગ શીખડાવવાની ના પાડી હતી

હૈદરાબાદ : ભારતમાં પહેલીવાર કોઇ ઠીંગણા વ્યક્તિએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યું છે. હૈદરાબાદમાં રહેતા ગટ્ટીપલ્લી શિવપાલે ત્રણ ફૂટ ઊંચાઇ હોવા છતાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી વિક્રમ સર્જ્યો છે અને આ વિક્રમની નોંધ લિમ્કા બુક રેકોર્ડમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.

ઠીંગણા કદના કારમે 42 વર્ષના ગટ્ટીપલ્લી શિવપાલને કોઇ ડ્રાઇવિંગ શીખડાવવા તૈયાર થતું નહોતું. આશરે 120 ડ્રાઇવિંગ સ્કૂલોએ અલગ-અલગ પ્રકારના બહાના આપી તેમને ના કહી હતી. જેથી તેમણે કારને કસ્ટમાઇઝ કરાવી તેમના મિત્ર ઇસ્માઇલની મદદથી કાર ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કર્યુ હતું.

શિવપાલનું કહેવું છે કે તેમને કહેવું લાયસન્સ મળી ગયું છે અને ઘણાં ઠીંગણા લોકો કાર ડ્રાઇવિંગ શિખવા તેમનો સંપર્ક કરી રહ્યા છે અને તેઓ અત્યારે તેમની પત્નીને પણ ડ્રાઇવિંગ શીખવાડી રહ્યા છે. તેમનું સપનું છે કે ઠીંગણા તેમજ દિવ્યાંગ લોકો માટે ડ્રાઇવિંગ સ્કૂલ ખોલી તેમને ડ્રાઇવિંગ શીખવાડે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3In8j3b
via IFTTT

Comments