ઓમિક્રોન પ્રાણીઓના શરીરમાંથી આવ્યો હોવાની સંશોધકોને આશંકા


નવા વેરિઅન્ટનું ઉદ્ભવસ્થાન હજુ રહસ્ય

ઓમિક્રોન કોઇ પ્રાણીમાંથી આવ્યો કે માનવ શરીરમાં જ રહીને વધુ મજબૂત થયો?

ન્યૂયોર્ક : કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વ માટે ચિંતા જન્માવી છે. વૈજ્ઞાાનિકો અત્યારે સંશોધન કરી રહ્યા છે કે નવો વેરિયેન્ટ કોઇ પ્રાણીના શરીરમાંથી આવ્યો છે કે પછી માનવશરીરમાં રહી કોરોના વાયરસ મજબૂત થયો છે અને નવા વેરિયેન્ટે જન્મ લીધો છે.

એક આશંકા એવી વ્યક્ત થઇ રહી છે કે આફ્રિકામાં રોડેન્ટ્સ એટલે કે ઉંદર જેવાં કોઇ પ્રાણીમાંથી નવાં વેરિયન્ટનો જન્મ થયો છે. જ્યારે કોઇ બીમારી કે વાયરસ પ્રાણીમાંથી માનવી સુધી પહોંચે તે પ્રક્રિયાની ઝૂનોસિસ કહે છે.

ત્યારબાદ વાયરસ માનવશરીરમાં રહી ફરી પ્રાણીના શરીરમાં જાય અને સ્વરૂપ બદલીને ફરી માનવશરીરમાં આવે તે પ્રક્રિયાને રિવર્સ રિવર્સ ઝૂનોસિસ કહેવામાં આવે છે. વૈજ્ઞાાનિકોને આશંકા છે કે કોરોના વાયરસ માનવશરીરમાંથી કોઇ પ્રાણીના શરીરમાં ગયો હશે અને ત્યાં તેનો સ્વરૂપમં ફેરફાર થયો હશે.

આમ નવાં એમિક્રોન વેરિયેન્ટનો જન્મ થયો હશે અને તે માનવશરીર સુધી પહોંચ્યો હશે. એક શક્યતા એવી પણ વ્યક્ત થઇ રહી છે કે રોડેન્ટસ એટલે કે ઉંદર જેવા પ્રાણીઓમાંથી આ વાયરસનો જન્મ થયો હશે.  જો કે કોઇ પ્રાણીમાં ઓમિક્રોનનો જન્મ થયો હોવા બાબતે નક્કર પુરાવાઓસંશોધકોનેમળ્યા નથી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GeXqP3
via IFTTT

Comments