નવી દિલ્હી, 6 ડિસેમ્બર, 2021,
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની એક મુસ્લિમ નેત્રી નૂરીખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે જેમાં તે શિવ તાંડવ સ્ત્રોત કરતી જણાય છે. આ વીડિયો કયાં સ્થળનો છે અને કયારે શૂટ કરવામાં આવ્યો છે તે જાણવા મળતું નથી પરંતુ નુરીખાનના હમણાં ચાલેલા રાજકિય ડ્રામા વચ્ચે આ વીડિયો વાયરલ થવો એ સૂચક છે. વીડિયોમાં નૂરીખાન શિવભકિતમાં લીન જણાય છે તેની દર્શકોને ખૂબ નવાઇ લાગી રહી છે.
થોડાક સમય પહેલા જ કોંગ્રેસની જાણીતી નેત્રી નૂરીખાને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું હતું. રાજીનામુ આપવા પાછળ કોંગ્રેસ દ્વારા મુસ્લિમોની થતી ઉપેક્ષા જવાબદાર ગણાવ્યું હતું. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ સાથે નૂરી મુલાકાત કરી એ પછી રાજીનામું પાછું ખેંચી લીધું હતું. આ સાથે જ નૂરીએ પણ કમલનાથને જે સમજણ આપી તેના પર વિશ્વાસ મુકયો હતો. આ રાજકિય ડ્રામા કરતા પણ નૂરીના શિવ તાંડવની ચર્ચા વધારે ચાલે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પહેલા પણ હિંદુ ધર્મના ધાર્મિક કાર્યોમાં નૂરીખાન ભાગ લેતી રહી છે. વર્ષ ૨૦૧૭માં નૂરીએ ઓમ નમ... નો જાપ કરીને ફતવા બહાર પાડનારા સ્વધર્મીઓને પડકાર ફેંકયો હતો. હવે શિવ તાંડવ કરતી હોય તેવો વીડિયો વાયરલ થતા વિવાદ વકરે તેવી શકયતા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Is5MVo
via IFTTT
Comments
Post a Comment