ગાઝિયાબાદ, તા. ૪
ખેડૂત આંદોલનના સૌથી મોટા ચહેરા તરીકે ઊભરી આવેલા ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતના નામનો લંડનની સ્ક્વેર વોટરમેલન કંપની દ્વારા '૨૧મી સદીના આઈકન એવોર્ડ' માટેની અંતિમ યાદીમાં સમાવેશ કરાયો છે. બીકેયુ ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ રાજબીર સિંહે જણાવ્યું હતું કે આ એવોર્ડ ૧૦મી ડિસેમ્બરે અપાશે. ટિકૈતે કહ્યું કે હું એવોર્ડ લેવા માટે લંડન નથી જઈ રહ્યો, કારણ કે હું વિરોધ પ્રદર્શનમાં વ્યસ્ત છું. તેઓ ખેડૂતોની માગણીઓ સ્વીકારી લેવાશે ત્યારે જ એવોર્ડ સ્વીકારશે. ખેડૂત આંદોલનના લગભગ એક વર્ષ પછી વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે, તેમ છતાં ખેડૂતો ટેકાના ભાવ સહિતની માગણીઓ મુદ્દે આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન ચાલતું હતું ત્યારે ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની રેલીમાં ભારે હોબાળો મચ્યા પછી આંદોલન એક સમયે પુરું થઈ ગયું હોવાનું મનાતુ ંહતું અને ખેડૂતો પાછા ફરી રહ્યા હતા તે સમયે રાકેશ ટિકૈત જાહેરમાં રડી પડયા હતા. ત્યાર પછી આંદોલનમાં પ્રાણ ફૂંકાયા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xWaFl5
via IFTTT
Comments
Post a Comment