અમેરિકા ઓલિમ્પિકનો બહિષ્કાર કરશે તો ગંભીર પરિણામો ભોગવશે



ચીને અમેરિકાને ધમકી આપી છે કે જો અમેરિકન ખેલાડીઓ ફેબ્રુઆરીમાં યોજાનારા બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
અમેરિકાના પ્રમુખ જો બાઈડેને એક નિવેદનમાં કહ્યું હતું કે વિન્ટર ઓલિમ્પિકના બહિષ્કાર મુદ્દે અમેરિકા ગંભીરતાથી વિચારી રહ્યું છે. અમેરિકન ખેલાડીઓ ફેબ્રુઆરીમાં ચીનમાં યોજાનારા વિન્ટર ઓલિમ્પિકમાં ભાગીદાર બનશે કે નહીં તે બાબતે એકાદ-બે સપ્તાહમાં જાહેરાત કરવામાં આવશે.
અમેરિકન પ્રમુખના આ નિવેદન પછી ચીને અમેરિકાને ધમકી આપી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે જો અમેરિકા આ ઓલિમ્પિકનો બહિષ્કાર કરશે તો ગંભીર  પરિણામો ભોગવશે. જો અમેરિકા રાજકીય બહિષ્કાર કરશે તો ચીન પણ સામે જવાબી કાર્યવાહી કરશે.
ચીને અમેરિકાના પગલાંને રાજકીય રીતે ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું. અમેરિકાના આ પગલાંથી બંને દેશોના રાજદ્વારી સંબંધો ઉપર મોટી અસર પડશે એવી ધમકી ચીને આપી હતી.
બાઈડેને ઓલિમ્પિકના બહિષ્કારનો સંકેત આપ્યો એ પછી અમેરિકામાં લોકોએ તેની તરફેણ કરી હતી. અમેરિકામાં એવો સૂર ઉઠયો હતો કે જે રીતે ચીનમાં લઘુમતીઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે અને તેમની સાથે ખરાબ વર્તન થઈ રહ્યું છે, જે જોતાં ચીનનો રાજકીય બહિષ્કાર જરૂરી બની ગયો છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31y8GHl
via IFTTT

Comments