વડોદરા,વારસિયામાં અંદરોઅંદર ઝઘડો કરતા યુવકોને ગાળો બોલવાની ના પાડનાર યુવક પર તલવાર અને હથોડીથી હુમલો કરી બે આરોપીઓ ભાગી ગયા હતા.વારસિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
વારસિયા રીંગરોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ક્રિષ્ણા ઉર્ફે કાનો ધનાભાઇ માછીએ વારસિયા પોલીસને જણાવ્યું છે કે,ગત તા.પાંચમીએ સાંજે સાત વાગ્યે હું મારી માસી સાસુ ચંદાબેન અંબુભાઇ માછીના ઘરે મકરપુરા જી.આઇ.ડી.સી.નજીક આવેલી મારૃતિધામ સોસાયટીમાં બીમાર માસા સસરાની ખબર જોવા ગયો હતો.તેઓની ખબર જોઇને રાતે હું પરત મારા ઘરે આવતો હતો.અમારા મહોલ્લાની બહાર પ્રાર્થના એપાર્ટમેન્ટ પાસે મારા પિતા સમોસાની લારી ચલાવતા હોય,હું ત્યાં ગયો હતો.રાતે પ્રાર્થના ફ્લેટ પાસે કેટલાક છોકરાઓ અંદરોઅંદર ગાળો બોલી ઝઘડો કરતા હતા.જેથી,મેં તેઓને ગાળો બોલવાની ના પાડી હતી.મારી વાત સાંભળીને રણજીત જેસીંગભાઇ ભાલિયા અને કેતન ચંપકભાઇ માછી આવ્યા હતા.તેઓએ મને ગડદાપાટુનો માર માર્યો હતો.થોડીવાર પછી તેઓ તલવાર અને હથોડી લઇને ધસી આવ્યા હતા.કેતને તલવારથી હુમલો કરી મને માથાના પાછળના ભાગે ઇજા પહોંચાડી હતી.તેમજ રણજીતે હથોડીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી.મેં બૂમાબૂમ કરતા હુમલાખોરો ભાગી છૂટયા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GgD73S
via IFTTT
Comments
Post a Comment