મેકસિકો, 6 ડિસેમ્બર, 2021, સોમવાર
કરોડો વર્ષ પહેલા પૃથ્વી પર વિચરતા વિરાયકાય ડાયનાસોર લૂપ્ત કેવી રીતે થયા તે અંગે ઘણા સમયથી વૈજ્ઞાનિકોમાં ચર્ચા ચાલે છે. ડાયનાસોરના વિનાશ માટે અત્યંત જાણીતી થિએરી મુજબ એસ્ટ્રોઇડ(લઘુગ્રહ) કે ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાવાની છે. ચિકસૂલબ ઉલ્કાપીંડ મેકિસકોના યુકાટાન પ્રાયદ્વીપ આસપાસ ૬.૬ કરોડ વર્ષ પહેલા ટકરાયો હતો.આનાથી જ કેટેશિયસ પેલેયોજીન મહાવિનાશનો ઘટનાક્રમ શરુ થયો હતો.એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાતા ડાયનાસોર જ નહી પૃથ્વી પરના પોણા ભાગના જીવોનો ખાતમો બોલી ગયો હતો.
બીજી એક થિએરી મુજબ કલાયમેટ ચેન્જના કારણે હિમયુગની શરુઆત થતા ડાયનાસોર અસ્તિત્વ જાળવી શકયા ન હતા. હમણાં થયેલા દાવા મુજબ એસ્ટ્રોઇડની પૃથ્વી સાથે ટક્કર થાય તેના ૧ કરોડ વર્ષ પહેલા જ ડાયનાસોરનો વિનાશ શરુ થઇ ગયો હતો. નેચર જનર્લમાં પ્રકાશિત એક સ્ટડી મુજબ દુનિયામાં ડાયનાસોરના મળેલા ૧૬૦૦ અવશેષોના આંકડાઓ અને તારણો જોવામાં આવ્યા હતા. આના આધારે સંશોધકોએ એક મોડેલ તૈયાર કર્યુ છે. ઉત્તર ક્રિટેશિયસ કાળમાં માંસાહારી અને શાકાહારી ડાયનાસોરની પ્રજાતિઓ ફરતી જોવા મળતી હતી. મૉટપિલર્સ ઇન્સ્ટીટયૂટ ઓફ રિવોલ્યૂશનરી સાયન્સના સંશોધકો અને આ નવા સ્ટડીના મુખ્ય લેખક ફેબિયન કોડામાઇને જણાવ્યું હતું કે ડાયનાસોરની સંખ્યા ઘટવાની પ્રક્રિયા પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું હતું. ડાયનાસોરની ૨૫૦થી વધુ પ્રજાતિઓ હતી જેની વસ્તી ૭.૬ કરોડ વર્ષ પહેલા ચરમસિમા પર હતી. ત્યાર પછી ડાયનાસોરની સંખ્યા ઘટવાની શરુઆત ૧ કરોડ વર્ષ સુધી ચાલું રહી હતી.
ડાયનાસોર મેજોથર્મલ જળવાયુંથી ટેવાયેલા હતા જે ગરમ અને ભેજવાળું રહેતું હતું. ધીમે ધીમે હવામાનમાં ઠંડીની શરુઆત થતા ઘટાડો શરુ થયો હતો. ઠંડીના ગાળો શરુ થતા સરેરાશ તાપમાન ૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ડાયનાસોર સહિતના વિશાળકાય જીવો વધતી જતી ઠંડી સામે અનુકૂલુન સાધી શકયા ન હતા. પહેલા શાકાહારી અને પછી માંસાહારી પ્રજાતિઓ ક્રમશ ઓછી થવા લાગી હતી. બંને વચ્ચેનો આ સમયગાળો ૨૦ લાખ વર્ષનો હતો. આ બધા વિધ્નોની વચ્ચે પણ ડાયનાસોરની કેટલીક પ્રજાતિઓ ટકી ગઇ જેનો સમૂળો નાશ ઉલ્કાપિંડ ટકરાવાથી થયો હતો. ડાયનાસોરની સંખ્યા ઘટવાની શરુઆત ૧ કરોડ વર્ષ પહેલા શરુ થઇ હતી. ડાયનાસોરની ૨૫૦ જેટલી પ્રજાતિઓ જોવા મળતી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DrMgoj
via IFTTT
Comments
Post a Comment