બૂસ્ટર ડોઝના બદલે રસીના બંને ડોઝ આપવા પર ભાર મૂકો : નિષ્ણાતો


નવી દિલ્હી, તા. ૪
ભારતમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધતા રસીના બંને ડોઝ લઈ ચૂક્યા હોય તેમને બૂસ્ટર ડોઝ આપવા માટેની માગણી વધવા લાગી છે તેવા સમયે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સરકારે બૂસ્ટર ડોઝના બદલે રસીના બંને ડોઝ આપવા પર ભાર મૂકવો જોઈએ.
વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે ભારતમાં હજુ કરોડો લોકોને કોરોનાના ચેપથી બચાવવા માટે રસીના ડોઝ આપવાનું બાકી છે તેથી રસીના બંને ડોઝ લીધા હોય તેમને બૂસ્ટર ડોઝ આપવાના બદલે બાકી રહેલી જનતાને કોરોના વિરોધી રસીના ડોઝ આપવાની બાબતને સરકારે પ્રાથમિક્તા આપવી જોઈએ. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા પછી તેની સામે વર્તમાન રસીઓ કેટલી અસરકારક છે તે અંગે સવાલો ઊઠવા લાગ્યા હતા. આ ચિંતાઓના પગલે ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા બૂસ્ટર ડોઝ આપવાની માગ ઉઠવા લાગી છે. અનેક દેશોએ બૂસ્ટ ડોઝ આપવાનું શરૂ પણ કરી દીધું છે.
જોકે, અનેક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોમાં સંક્રમણ થવાના સતત કેસ સામે આવી રહ્યા છે. પરંતુ રસી ન લીધી હોય તે લોકો માટે કોરોના જેટલો જોખમી છે તેટલું રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને જોખમ નથી. વધુમાં ભારતમાં રસી લઈ ચૂકેલા લોકોમાં એન્ટીબોડી ક્ષમતા છે. દુનિયામા ંકોઈપણ રસી માટે બુસ્ટર ડોઝ જરૂરી છે કે નહીં તે પણ હજુ સ્પષ્ટ થયું નથી. તેથી બૂસ્ટર ડોઝ આપવા અંગે સરકારે કોઈ ઉતાવળ કરવી ન જોઈએ.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/330lC9L
via IFTTT

Comments