મ્યાનમારની કોર્ટે આંગ સાન સૂ ક્યીને ચાર વર્ષની જેલની સજા ફરમાવી


- તેની ઉપર જનસામાન્યમાં ઉશ્કેરણી ફેલાવવાના તથા કોરોના સંબંધે નિયમોનું ઉલ્લંઘનના આરોપો હતા

બેંગકોક : મ્યાનમારનાં પાટનગર સ્થિત કોર્ટે પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ ક્યીને આજે (સોમવારે) ૪ વર્ષની સજા ફટકારી છે. તેઓને જન સામાન્યમાં ઉશ્કેરણી ફેલાવવાના તથા કોરોના અંગેનાં નિયમોનો ભંગ કરવાના આક્ષેપો માટે આ સજા ફરમાવવામાં આવી છે.

૭૬ વર્ષના આ નોબેલ પ્રાઈઝ વિજેતા ઉપર લશ્કરે તા. ૧લી ફેબુ્રઆરીના દિને સત્તા હાથમાં લીધા પછી શ્રેણીબધ્ધ કેસો દાખલ કરવામાં આવ્યા છે. તે દ્વારા લશ્કરી જુદા તેમના પક્ષ 'નેશનલ લીગ ફોર ડેમોક્રસી'ને તેની પાંચ વર્ષની બીજી મુદત માટે સત્તા પ્રાપ્ત કરતા રોકી રાખે તેમ છે.

વાસ્તવમાં આ ઉશ્કેરણી ફેલાવવાનો કેસ તો તેમના પક્ષે 'ફેસબુક' ઉપર રજૂ કરેલા ઉશ્કેરણીજનક નિવેદનો અંગેનો છે. પરંતુ ખરી વાત તો તે છે કે, તે સમયે સૂ ક્યીને લશ્કરે અટકાયતમાં લઈ જ લીધા હતા. જ્યારે કોરોના વાયરસ સંબંધે દાખલ કરાયેલા કેસમાં ગત વર્ષે નવેમ્બર માસમાં તેઓ એક પ્રચાર સભામાં ઉપસ્થિત રહ્યા હતા તે સંબંધે છે. તે ચૂંટણીમાં તો, તેમનો પક્ષ ભારે મોટી બહુમતીથી વિજયી થયો હતો. બીજી તરફ લશ્કરી તરફી રહેલા પક્ષોને પ્રચંડ પછડાટ મળી હતી. તે પક્ષોએ ચૂંટણીમાં ભારે મોટી ગોલમાલ થઈ હોવાના આક્ષેપો કરવા શરૂ કરી દીધા હતા.

કોર્ટનો આ હુકમ એક અનામી રહેવા માગતા ન્યાયિક અધિકારીએ પત્રકારોને જણાવ્યો હતો. તેઓ 'અનામી' એટલા માટે રહેવા માગતા હતા કે જો તેમનું નામ જાહેર થઈ જાય તો તેમને પણ શિક્ષા કરવામાં આવે.

સૂ ક્યી ઉપરની કોર્ટ-કાર્યવાહી તદ્દન બંધ બારણે કરવામાં આવી હતી. મીડીયા કે પ્રેક્ષકોને પણ કોર્ટ રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો. આ કોર્ટ કાર્યવાહી વિષે કોઈપણ માહિતી માટે યાંગ સાન સૂ ક્યીના વકીલ એકમાત્ર શોર્સ હતા. પરંતુ તેમને પણ ઓક્ટોબર મહીનામાં જ તાકીદ કરી દેવામાં આવી હતી કે તેમણે કોર્ટ-કાર્યવાહીની માહિતી પ્રસારિત કરવી નહીં.

સૂ ક્યી ઉપરના આ કેસો તેઓને બદનામ કરવા અને તેઓને બીજી મુદત માટે ચૂંટણીમાં ઉભા રહેવા દેતાં રોકવા માટે જ કરવામાં આવ્યા છે. તેમ હવે સ્પષ્ટત: દેખાઈ આવે છે. કારણ કે, મ્યાનમારનું સંવિધાન જેને જેલની સજા થઈ હોય, તેને સરકારમાં ઉચ્ચ પદ ધારણ કરતાં કે સાંસદ બનતાં રોકે છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rGNXfl
via IFTTT

Comments