આંગ સાન સૂકીના જીવનનો ઘટનાક્રમ



આંગ સાન સૂકીને મ્યાંમારની કોર્ટે ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. હવે તે આગામી ચૂંટણીઓમાં પણ ભાગ લઈ શકશે નહીં. ૭૬ વર્ષના આંગ સાન સૂકીને શાંતિનો નોબેલ મળી ચૂક્યો છે. તેમનું જીવન ખૂબ જ ચડાવ-ઉતારથી ભરેલું છે.
- ૧૯૮૮માં આંગ સાન સૂકી વિદેશમાંથી મ્યાંમાર પાછા ફર્યા હતા. એ વખતે લોકશાહી માટે પહેલી વખત તેમણે પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
- ૧૯૮૯માં સૂ કીને નજરકેદ કરાયા હતા. એ પછીથી ૧૫ વર્ષ સુધી નજરકેદમાં રહ્યા હતા. એ દરમિયાન તેમણે મ્યાંમારમાં લોકશાહીના મૂલ્યો માટે લડત ચલાવી હતી.
- ૧૯૯૧માં નોબેલ કમિટીએ તેમના શાંતિ માટેના અથાક પ્રયાસોને ધ્યાનમાં રાખીને તેમને શાંતિનો નોબેલ આપ્યો હતો.
- ૨૦૦૩માં એક રાજકીય પ્રવાસ દરમિયાન સૂ કીની ટીમ ઉપર હુમલો થયો હતો, જેમાં તેમના સમર્થક નેતાઓના મોત થયા હતા.
- ૨૦૦૭માં મ્યાંમારમાં લોકશાહી માટે સૌથી મોટું આંદોલન શરૃ થયું હતું.
- ૨૦૧૦માં આંગ સાન સૂકીને વર્ષોની નજરકેદમાંથી મુક્ત કરાયા
- ૨૦૧૨માં સૂ કીના પક્ષને ચૂંટણીમાં પહેલી વખત એક બેઠક મળી.
- ૨૦૧૫માં થયેલી ચૂંટણીમાં તેમનો પક્ષ વિજેતા બન્યો અને તેમના હાથમાં દેશનું સુકાન આવ્યું.
- ૨૦૧૭માં મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમોની કટોકટી સર્જાઈ. સૈન્યની કાર્યવાહીના કારણે રોહિંગ્યાએ દેશ છોડીને ભાગવા મજબૂર બનવું પડયું. એ મુદ્દે તેમની અને તેમના પક્ષની ભારે ટીકા થઈ.
- ૨૦૨૦માં ફરીથી ચૂંટણી થઈ અને તેમના પક્ષને ઐતિહાસિક બહુમતી મળી.
- ૨૦૨૧ના ફેબુ્રઆરી માસમાં સંસદનું સત્ર મળવાનું હતું, એ પહેલાં જ લશ્કરી બળવો થયો અને તેમના સહિત પક્ષના મોટાભાગના નેતાઓની ધરપકડ થઈ.
- ૨૦૨૧ના ડિસેમ્બર માસની છઠ્ઠી તારીખે મ્યાંમારની એક કોર્ટે આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલની સજા આપી. આ સજાના કારણે હવે તેઓ આગામી ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ImUrpL
via IFTTT

Comments