વડોદરા : કિશનવાડી વુડાના મકાનમાં રહેતા અને ભાગીદારીમાં ડી.જે.નો ધંધો કરતા યુવકે મોટા ભાઇને મેસેજ કરીને પોતે જીવવા માંગતો નથી.તેવું લખીને આપઘાત કરી લીધો હતો.જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કિશનવાડી અંબે ફળિયામાં રહેતો ૨૨ વર્ષનો અજય જયેશભાઇ વસાવા ભાગીદારીમાં ડી.જે.નો ધંધો કરે છે.તેનું બીજું મકાન ખોડિયારનગર વુડાના મકાનમાં છે.અજય અને તેના બે ભાઇઓ અને પરિવાર સાથે ખોડિયારનગરમાં જ રહે છે.
ગઇકાલે તેનો પરિવાર ખોડિયારનગરમાં હતો.તે દરમિયાન મારે કામ છે,તેવું કહીને તે કિશનવાડી ગયો હતો.ત્યાં જઇને તેણે મોટા ભાઇને મેસેજ કર્યો હતો કે,મારાથી કોઇ ભૂલ થઇ હોય તો માફ કરી દેજો.હવે હું જીવવા માંગતો નથી.મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખજો.પરંતુ,પરિવારે આ મેસેજ મોડો જોયો હતો.જ્યારે તેમણે આ મેસેજ વાંચ્યો ત્યારે તેઓ તરત કિશનવાડીના ઘરે દોડી ગયા હતા.પરંતુ,ત્યાં સુધી અજયે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા .પી.એસ.આઇ.ભાવના વસાવાએ આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.પોલીસને કોઇ અંતિમચિઠ્ઠી મળી નથી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pAvSNI
via IFTTT
Comments
Post a Comment