આરોગ્ય મંત્રીએ સરકારનું જક્કી વલણ છતુ કયુંર્
લોકોને કોરોનાથી સાવધાન રહેવા સુફિયાણી સલાહ આપતી સરકાર ભીડ એકત્ર કરવા આતુર
અમદાવાદ : દુનિયા જેનાથી ચિંતાતુર બની છેતે ઓમિક્રોન વેરિએન્ટે ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે.ગુજરાતીઓમાં ફરી કોરોનાની ત્રીજી લહેર આવશે તેવો ભય પેઠો છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જક્કી વલણ છતુ કરી એવો દાવો કર્યો છેકે, આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ચોક્ક્સપણે યોજાશે જ.
ગુજરાતની જનતાના આરોગ્યની ચિંતા કરવાને બદલે સરકારને વાઇબ્રન્ટ ગુજરાત જેવા સરકારી તાયફામાં જ રસ છે તે વાત આજે પ્રસ્થાપિત થઇ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને કોરોનાની સતર્ક રહેવા સુફિયાણી સલાહ આપી હતી.એટલું જ નહીં, માસ્ક પહેરવા,સોશિયલ ડિસ્ટન્સનુ પાલન નહી કરે તો કાયદાકીય કાર્યવાહી થશે તેવો ય ઉલ્લેખ કર્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્યમંત્રીએ દાવો કર્યો હતોકે, ગુજરાતમાં ઓમિક્રોનની અસર નહી થાય. ગુજરાત આરોગ્ય વિભાગ કોરોના સામે લડવા સજ્જ છે. કોરોનાની માર્ગદર્શિકાના અમલ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચોક્ક્સ યોજાશે જ.
ભારત જ નહી,વિશ્વભરના વૈજ્ઞાાનિકો ચેતવણી આપી ચૂક્યા છેકે, ઓમિક્રોન ઘાતક નહી, પણ ખુબ જ ઝડપથી ફેલાતો વાયરસ છે. ગુજરાતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાઇ ચૂક્યો છે. હજુ અન્ય સેમ્પલ લેબમાં મોકલાયા છે. આ પરિસ્થિતી વચ્ચે પણ રાજ્ય સરકારને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાના અભરખા જાગ્યા છે.
એક બાજુ, આરોગ્ય મંત્રી કોરોના વકરે નહીં તે માટે વિવિધ પગલાં લઇ રહી છે તેવો દાવો કરી રહ્યા છે. બીજી બાજુ, આરોગ્ય મંત્રી જ વાઇબ્રન્ટ સમિટ યોજાશે તેવુ કહીને મહાત્મા મંદિરમાં સરકાર ભીડ એકત્ર કરવા જઇ રહી છે તેવુ કહી રહ્યા છે. આમ, નવા વેરિએન્ટના ભય વચ્ચે સરકારને કોઇપણ ભોગે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવી જ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DqQv3E
via IFTTT
Comments
Post a Comment