મથુરામાં મંદિર બનાવવા વર્શિપ એક્ટ પાછો ખેંચાશેઃ રવીન્દ્ર કુશવાહા




ભાજપના સાંસદ રવીન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે જે રીતે ખેડૂતો અંગેનો કાયદો પાછો ખેંચ્યો છે એ જ રીતે સરકાર વર્શિપ એક્ટમાં ફેરફાર કરીને મથુરામાં કૃષ્ણમંદિર બનાવવાની દિશામાં પગલું ભરશે.
મથુરામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવવાના છે. તે પહેલાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. તે પહેલાં ભાજપના સાંસદ રવીન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે મથુરામાં કૃષ્ણમંદિર બાંધવા માટે વર્શિપ એક્ટ-૧૯૯૧ને પાછો ખેંચી લેવામાં આવશે.
ભાજપના સાંસદે કહ્યું હતું કે અયોધ્યા, મથુરા અને કાશી આપણી આસ્થાના પ્રતીક છે. મથુરામાં જે મસ્જિદ છે એ તો અન્ય સ્થળે પણ બની શકે તેમ છે. એ સ્થળે મુસ્લિમધર્મના કોઈ પૈગમ્બરનો જન્મ થયો ન હતો એટલે એનું ઐતિહાસિક મહત્વ નથી. જ્યારે મથુરા તો ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ હોવાથી હિન્દુઓ માટે તે આસ્થાનું પ્રતીક છે.
અયોધ્યામાં રામમંદિરનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપી દીધો હોવાથી હવે ત્યાં ભવ્ય મંદિર બનશે. કાશીવિશ્વનાથના મંદિરનું કામ પણ ઝડપભેર થઈ રહ્યું છે. હવે મથુરામાં કૃષ્ણમંદિર બને તે વિશાળ હિન્દુસમાજની લાગણી છે. સાંસદે ઉમેર્યું હતું કે જો ખેડૂતો માટે કાયદો પાછો ખેંચાતો હોય તો કૃષ્ણ ભગવાનના મંદિર માટે કાયદો પાછો ખેંચવામાં કોઈ જ અડચણ આવવી ન જોઈએ.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ExcVBx
via IFTTT

Comments