વડોદરા : અઢી કરોડના સોનાની ચોરીના કેસમાં પકડાયેલી ટોળકી સામે અગાઉ પણ સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયા છે.દરવખતે જામીન પર છૂટતા સમયે એવી શરત હોય છે કે,ફરીથી આવા પ્રકારના ગુનામાં સામેલ નહી થવું.તેમછતાંય ગુનાઇત પ્રવૃત્તિ ચાલુ રાખનાર ટોળકીએ જામીનની શરતોનો ભંગ કર્યો હોય,ડી.સી.બી.પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો છે.
રાજકોટના વેપારી વિપુલ ધકાણના આશરે સાડા પાંચ તોલાના સોનાના દાગીના કિંમત રૃપિયા અઢી કરોડના ચોરી જનાર છારા ગેંગના (૧) અમિત અભવેકર (૨)મનોજ સેવાણી(૩)સન્ની તમંચે (૪) બોબી ઉર્ફે રફતાર રાઠોડ (૫)વિશાલ તમંચે અને (૬) ઉત્તમ તમંચે (તમામ રહે.છારાનગર,અમદાવાદ)ને પોલીસે પકડયા હતા.પોલીસે તેઓની પાસેથી માત્ર ૫૦ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે,આરોપીઓ રાજ્યમાં અલગ અલગ સ્થળે ચોરીઓ કરે છે.ફતેગંજ,અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન,સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન,ચોકબજાર પોલસી સ્ટેશન, અમદાવાદના નિકોલ, બાપુનગર, ઓઢવ ,માધુપુરા,સરખેજ, સરદારનગર, દરિયાપુર, નવરંગપુરા અને શહેર કોટડા પોલીસ સ્ટેશન, રાજકોટના એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે.કોર્ટની શરતનું ઉલ્લંઘન કરીને તેઓએ ફરીથી આવા પ્રકારના ગુના કરતા ડી.સી.બી.પોલીસે તેઓની સામે અલગથી ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે,શહેરમાં સંખ્યાબંધ આરોપીઓ એવા છે કે,તેઓ અવારનવાર એક જ પ્રકારના ગુનાઓ કરતા હોય છે.ખાસ કરીને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જામીન પર છૂટીને ફરીથી દારૃની પ્રવૃત્તિ શરૃ કરી દેતા હોય છે.પરંતુ,ડી.સી.બી.પોલીસે હજીસુધી એકપણ આવો કેસ દાખલ કર્યો નથી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ooIMP9
via IFTTT
Comments
Post a Comment