ચીનમાં હવે પ્રમુખ જિનપિંગ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા ખતમ કરીને ધાર્મિક નિયંત્રણો લાગુ કરવાની વેતરણમાં છે. નેશનલ સિક્યુરિટીના બહાના હેઠળ ચીને ધાર્મિક નિયંત્રણો લાગુ કરવાની પેરવી કરી છે. પ્રમુખ જિનપિંગે સુરક્ષા એજન્સીઓને ધાર્મિક સકંજો કસવાનો આદેશ આપ્યો છે.
ચીનના પ્રમુખ શિ જિનપિંગે સરકારી એજન્સીઓને ચીનમાં ધાર્મિક નિયંત્રણો લગાડવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાના બહાને હેઠળ ચીન ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય ખતમ કરવાની વેતરણમાં છે. સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારા પ્રમાણે ધાર્મિક નીતિ લાગુ પાડવાની તૈયારી થઈ છે.
ચીનમાં રહેતા અન્ય ધર્મના લોકો પણ હાન લોકોની સંસ્કૃતિના પ્રભાવમાં આવીને ચીનની સંસ્કૃતિ અને ચીનનો ધર્મ પાળે એ માટેની પ્રક્રિયા શરૃ થઈ છે. જિનપિંગે એના માટે સિનિસાઈઝેશન નામની ઝુંબેશ ચલાવી છે. ચીનમાં સિનિસાઈઝેશન એને કહેવામાં આવે છે કે જેમાં કોઈ ધર્મમાં માનવાને બદલે ચીનની સંસ્કૃતિ પ્રમાણેનું વર્તન હોય. એટલે કે એવા લોકો જે નાસ્તિક હોય અને પાર્ટીના કામ માટે વધારે કટિબદ્ધ હોય.
પ્રમુખ શિ જિનપિંગે એક નિવેદનમાં કહ્યું હતું કે ચીન હવે સિનિસાઈઝેશનને ઉત્તેજન આપવાની દિશામાં વધારે કામ કરશે. તેના માટે ઓનલાઈન ધાર્મિક નિયંત્રણો મજબૂત બનાવાશે. પાર્ટીનો વિચાર ખૂબ જ મહત્વનો છે અને તેના આધારે દરેક સમુદાયમાં પુલનું નિર્માણ થાય તે જરૂરી છે. એ માટે ધાર્મિક નિયંત્રણો લાગુ પાડીને ચીન દેશમાં નવી પહેલ કરશે.
ચીનના પ્રમુખનો ઈશારો મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકો તરફ હતો એવું હોંગકોંગના સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં કહેવાયું હતું. ચીનની સરકાર આ નવી નીતિના જોરે આ ધર્મના લોકો ઉપર દમન કરશે એવી ચિંતા અહેવાલોમાં વ્યક્ત થઈ હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3y1pLFZ
via IFTTT
Comments
Post a Comment