અમદાવાદ,રવિવાર
અમરાઇવાડી વિસ્તારમાં રહેતી પરિણિતાને પિતરાઇ ભાઇએ છેડતી કરીને આબરુ લીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મહિલા ઘરે એકલી હાજર હતી ત્યારે જમવાનું આપવાનું કહીને મહિલાને બાથ ભીડી હતી અને શારિરીક અડપલાં કર્યા હતા. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિ વતનમાં જતા એકલતાનો લાભ લીધો, વિકૃત માનસિકતા ધરાવતા પિતરાઇ ભાઇએ બહેન સાથે શારિરીક અડપલા કર્યા
આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષની મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમા ંકઠવાડા ખાતે રહેતા પોતાના પિતાના મામાના દિકરા સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પતિ વતન ગયા હોવાથી તેણીની ગઇકાલે ઘરે એકલી હાજર હતી જ્યાં શનિવારે બપોરે ૩ વાગે આરોપી તેમના ઘરે આવ્યો હતો અને જમવાનું શું બનાવ્યું છે તેમ કહેતા મહિલાએ શાક રોટલી બનાવી હોવાનું કહ્યું હતું. જેથી તેણે કહ્યું કે મને જલદી ખાવાનું આપ નહીતર તેને ખાઇ જઇશ તેમ કહેતા મહિલાએ મઝાક કરવાની ના પાડી દીધી હતી.
એટલું જ નહી વિકૃત માનસિકતા ધરાવતા યુવકે મહિલા પાસે જઇને હાથ પકડી બાથ ભીડી હતી અને શારિરીક અડપલાં કર્યા હતા મહિલાએ ધક્કો મારીને ઘરની બહાર નીકાળવાની કોશિષ કરી હતી તો આરોપીએ ફરીથી હાથ પકડીને લાજ લેવાની કોશિષ કરી હતી, જેેથી મહિલા ધક્કો મારીને ઘર બહાર નીકળી ગઇ હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે આરોપી સામે ગુનો નોધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DrgEiR
via IFTTT
Comments
Post a Comment