વડોદરા : ગોત્રી વિસ્તારમાં ઘડિયાળ સર્કલ પાસે રખડતી ગાયે વોર્ડ-૧૧ ના મહિલા ઉપપ્રમુખને શિંગડે ભેરવી ઇજા પહોંચાડી હતી.જે અંગે ગોત્રી પોલીસે ગુનો દાખલ કરીને ગાયના માલિકની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે,શહેરમાં સંખ્યાબંધ લોકો ગાયના હુમલાનો ભોગ બને છે.પરંતુ,મોટાભાગના બનાવમાં પોલીસ ફરિયાદ થતી નથી.પરંતુ,શુક્રવારની ઘટનામાં ઇજાગ્રસ્ત થનાર ભાજપના મહિલા હોદ્દેદાર હોય પશુમાલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે,તેવી ચર્ચા થઇ રહી છે.
શહેરમાં રખડતા ઢોર અવારનવાર બાળકો,મહિલાઓ અને સિનિયર સિટિઝનને શિંગડે ભેરવી ઇજા પહોંચાડે છે.પરંતુ,કોર્પોરેશનનું તંત્ર ત્રાસ દૂર કરવામાં નિષ્ફળ નિવડયું છે.પશુપાલકો ગૌચરની જગ્યા માંગે છે.પરંતુ,સરકારી તંત્ર પાસે શહેરમાં ગૌચરની જગ્યા જ નથી.તેના કારણે પશુમાલિકો માટે પણ વિકટ સમસ્યા ઢોરને ચરાવવાની છે.અને તેઓ પોતાના ઢોર રખડતા મુકી દે છે.ગોત્રીરોડની વિનાયક સોસાયટીમાં રહેતા જાગૃતિબેન મુકેશકુમાર પાઠક વોર્ડ-૧૧ માં ભાજપના ઉપપ્રમુખ છે.શુક્રવારે સાંજે તેઓ વોર્ડ-૧૧ ની ઓફિસનું કામ પતાવીને ચાલતા પરત ઘરે આવતા હતા.તે દરમિયાન બ્રાઉન કલરની ગાયે પાછળથી તેઓને શિંગડે ભેરવી રોડ પર પછાડયા હતા.તેના કારણે જાગૃતિબેન પાઠકને માથામાં ચાર ટાંકા આવ્યા હતા.તેઓને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.જાગૃતિબેન પાઠકની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગાયના માલિક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે,ગાયના માલિકને શોધવા માટે પોલીસે આ વિસ્તારમાં ફરતી તમામ બ્રાઉન કલરની ગાયના માલિકને શોધવા પડશે.
ગાયનો મામલો ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચ્યો
વડોદરા : મેયરે રખડતા ઢોર મુદ્દે ગૃહ રાજ્યમંત્રીને એવી રજૂઆત કરી હતી કે,આ બનાવમાં કડક કાર્યવાહી કરવી જોઇએ.જ્યારે પોલીસ કમિશ્નરને સૂચના કરી હતી કે,જ ેઘટના બની છે.તેને હત્યાની કોશિશ તરીકે લેવી જોઇએ.ઢોરના માલિકને શોધી કડક કાર્યવાહી થવી જોઇએ.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ErJ4L1
via IFTTT
Comments
Post a Comment