રેલવેની જમીનમાં ઝૂંપડી બાંધીને રહેતા લોકોના સંદર્ભમાં એક કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. એ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે રેલવે ઓથોરિટીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે રેલવે તેમની માલિકીની જમીન સાચવવા બાબતે ખૂબ જ બેપરવા છે. રેલવેએ તેની માલિકીની જમીનમાંથી તાત્કાલિક દબાણ હટાવવું જોઈએ.
ગુજરાત અને હરિયાણામાં રેલવેની જમીનમાં ઝૂંપડાં બાંધીને રહેતા લોકોને હટાવવા મુદ્દે એક કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટે રેલવેની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પોતાની માલિકીની જમીનને સાચવવામાં અને તેનો કબજો જાળવી રાખવાની બાબતમાં રેલવેતંત્ર ખૂબ જ બેપરવા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એક તરફ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે ને બીજી તરફ હજુ સુધી દબાણ હટાવવાની પ્રક્રિયા શરૃ થઈ નથી. આ પબ્લિક પ્રોપર્ટી છે અને તેના પર દબાણ થાય તે યોગ્ય નથી. રેલવેની જમીનમાંથી તાત્કાલિક દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. સુપ્રીમે કહ્યું હતું કે પોતાની પ્રોપર્ટીનું રક્ષણ કરવું તે રેલવેની કાયદાકીય જવાબદારી છે.
સર્વોચ્ચ અદાલતે ઝૂંપડાં બાંધીને રહેતા લોકોના પુનર્વસનના સંદર્ભમાં શહેરી વિકાસ મંત્રાલયને પૂછ્યું હતું કે સરકાર પાસે આવા લોકોને નવેસરથી અન્યત્ર વસાવવા માટે શું વ્યવસ્થા છે?
ગુજરાતમાં લગભગ ૫૦૦૦ કરતાં વધુ ઝૂંપડીઓ રેલવેની માલિકીની જમીનમાં બાંધવામાં આવી હતી. તે સંદર્ભમાં આ સુનાવણી થઈ હતી. સરકારે આ ગરીબ લોકોના પુનર્વસન માટે નીતિ બનાવવી જોઈએ. પરંતુ તેમને રેલવેની જમીનમાંથી હટાવીને પબ્લિક પ્રોપર્ટી ખાલી કરાવવા પર સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો હતો. હરિયાણામાં પણ રેલવેની જમીન પર ઝૂંપડપટ્ટી બની છે. બંને રાજ્યોના સંદર્ભમાં પુનર્વસન માટે શહેરી વિકાસ મંત્રાલયને જવાબ આપવાની સુપ્રીમે આગામી સુનાવણીમાં તાકીદ કરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pvZuM7
via IFTTT
Comments
Post a Comment