શહેરમાં કોરોનાનો વધુ 1 કેસ નોંધાયો


- શહેર-જિલ્લામાં કોરોનાના 28 દર્દી સારવાર હેઠળ 

- અમદાવાદ લગ્નમાં ગયેલ વધુ 1 વ્યકિતનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા સંખ્યા 13 એ પહોંચી 

ભાવનગર : કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસથી ભાવનગર શહેરમાં વધી રહ્યા છે તેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આજે સોમવારે ભાવનગર શહેરમાં કોરોનાનો વધુ ૧ કેસ નોંધાયો હતો. અમદાવાદ લગ્નમાં ગયેલ વધુ ૧ વ્યકિતનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  

ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોનાનો વધુ ૧ કેસ નોંધાયો હતો. સુભાષનગરમાં રહેતી એક સ્ત્રીનો કોરોનોનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેની કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે. આ બેન પણ અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને તેને કોરોના થયો છે. ભાવનગર શહેરમાંથી ગત તા. રપ થી ર૯ નવેમ્બર દરમિયાન કેટલાક લોકો અમદાવાદ લગ્નમાં ગયા હતા અને સિંધુભવન રોડ પર આવેલ મેરીયેટ હોટલમાં લગ્ન પ્રસંગ રાખવામાં આવ્યો હોવાનુ દર્દીઓએ તબીબને જણાવેલ છે. અમદાવાદ એક જ જગ્યાએ લગ્નમાં ગયેલ ભાવનગરના કુલ ૧૩ વ્યકિતને કોરોના થયો છે તેથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 

શહેરમાં હાલ કોરોનાના રપ દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી તેથી રાહત છે. જિલ્લામાં કોરોનાના ૩ દર્દી સારવાર હેઠળ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ ર૮ દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા થોડા દિવસથી ભાવનગર શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોનાથી બચવા લોકોએ જાગૃત રહેવુ જરૂરી છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rH7rRd
via IFTTT

Comments