તળાજા તાલુકાની 17 ગ્રામ પંચાયત સમરસ


- 17માંથી 15 ગામની પેટા ચૂંટણીમાં સમજુતી, માત્ર બે ગામમાં જ ચૂંટણી થાય તેવી શકયતા 

- સરતાનપર, પીપરલા, બોરડા, ભદ્રાવળ, ગોરખી, મામસા સહિતના મોટા ગામડાઓમાં ખરાખરીનો ચૂંટણી જંગ

તળાજા  : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની ૭૫ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં આવતીકાલે મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાનો આખરી દિવસ છે. તળાજા તાલુકાની ૧૭ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે.

તળાજા તાલુકાની કુંડવી, કુંઢેલી, ગાધેસર, જાલવદર, જૂની કામરોળ, નાનાઘાણાં, નાની બાબરીયાત, પસ્વી, પાદરગઢ, બોડકી, બોરડી, ભદ્રાવળ-૩, ભૂંગર, મધુવન, મામસી, મોટાધાણા, મોટી બાબરીયાત ગ્રામ પંચાયત સમરસ થઈ છે. પાદરગઢ ગ્રામજનો વર્તમાન અને તેના પછીની આવનાર ચૂંટણી બિનહરીફ કરવામાં સફળ રહ્યા છે. દસ વર્ષ સુધી ચૂંટણી નહિ યોજાય તેવા એકબીજાને કોલ આપ્યા છે. ઝાંઝમેર ગામે મધ્યસત્ર ચૂંટણી જાહેર થઈ હતી ત્યાં પણ ગ્રામજનોની સમજૂતીના કારણે ચૂંટણી નહિ યોજાય. ૧૭ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં માત્ર રેલીયા અને મેથળા બે જ ગામમાં ચૂંટણી યોજાય તેમ છે. બાકી બધી જ સમજુતી થઈ જવા પામેલ છે, જોકે જે ગામડાઓ સમરસ થયા છે તે તાલુકાના નાના નાના ગામડાઓ છે અને મોટાભાગે એક જ પરિવાર કે સમાજ ના લોકો વસવાટ કરે છે. સમરસ ગામોને સરકાર દ્વારા આથક સહિત ગ્રામજનો, વિદ્યાર્થીઓને ખાસ લાભ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આવતીકાલે મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આખરી દિવસ છે, જેને લઈ આજની રાત કતલની રાત કહી શકાય. અનેક ગામડાઓમા હરીફ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે શામ દામ દંડ અને ભેદ સાથે ધાકધમકી અને રોકડ રકમ સહિત અન્ય વસ્તુની લોભ લાલચ આપવામાં આવશે તેમ ચર્ચાય રહ્યુ છે. લોકસભાની ચૂંટણી કરતાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રતિાના જંગ સમી હોય છે. બોરડા, દાઠા, ટીમાણાં, ભદ્રાવળ, રાજપરા-૨, સરતાનપર બંદર, સોસિયા, ઠળિયા, ગોરખી, પીપરલા,ઇસોરા, પાદરી(ગો) વગેરે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસાકસી જામશે તેમ જાણકારો જણાવી રહ્યા છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Ewehwu
via IFTTT

Comments