કોરોના સંક્રમણમાં વધારો
હોટલ કોર્ટયાર્ડ મેરિએટમાં ફરજ બજાવતા 20 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા
અમદાવાદ : અમદાવાદ શહેરમાં રવિવારે કોરોના સંક્રમણમાં વધારો થવા પામ્યો હતો. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 17 કેસ પૈકી મોટાભાગના કેસ નદીપાર આવેલા પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિસ્તારના હોવાનું જાણવા મળે છે.
હોટલ કોર્ટયાર્ડ મેરિએેટમાં ફરજ બજાવતા 20 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે.જેના રીપોર્ટ આજે આવવાની સંભાવના મ્યુનિ.તંત્ર તરફથી વ્યકત કરવામાં આવી છે.
શહેરમાં શનિવારે કોરોનાના 12 કેસ નોંધાયા હતા.પશ્ચિમના વિસ્તાર ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના અલગ અલગ વિસ્તારોમાં કોઈ સ્થળે બે તો કોઈ સ્થળે ત્રણ કેસ મળી આવતા તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ થયેલા લોકોના સંપર્કમાં આવેલાઓના ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
નવેમ્બરના અંતિમ સપ્તાહમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા લોકો પૈકી ભાવનગરના 11 લોકો કોરોના સંક્રમિત થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી રવિવારે સિંધુભવન રોડ ઉપર આવેલી હોટલ કોર્ટયાર્ડ મેરીએટમાં કામ કરનારા વીસ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શહેરના રેલ્વે સ્ટેશન ખાતે પણ વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ તંત્ર તરફથી ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.રવિવારે 2488 લોકોને કોરોના વેકિસનનો પહેલો અને 10416 લોકોને બીજો ડોઝ મળી કુલ 12904 લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘરસેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યારસુધીમાં 3653 લોકોને કોરોના રસી અપાઈ છે.
પાંચ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 70 કેસ નોંધાયા
શહેરમાં ડિસેમ્બર મહિનાના આરંભ સાથે જ કોરોના સંક્રમણમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે.પાંચ દિવસમાં 70 કેસ નોંધાયા છે.પહેલી ડિસેમ્બરે 11,બીજી અને ત્રીજી ડિસેમ્બરે અનુક્રમે 15-15 કેસ નોંધાયા હતા.ચોથી ડિસેમ્બરે 12 કેસ તથા પાંચ ડિસેમ્બરે 17 કેસ નોંધાયા હતા. આ અગાઉ 16 નવેમ્બરે શહેરમાં કોરોનાના વીસ અને 17 નવેમ્બરે 28 કેસ નોંધાયા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32Q0zqb
via IFTTT
Comments
Post a Comment