પશુઓની ગેરકાયદે હેરાફેરી યથાવત: 11 ગૌવંશ ભરેલી પીકઅપ વાનનો ગૌરક્ષકોએ પીછો કરતા જહાંગીરપુરામાં પલ્ટી ખાઇ ગઇ
- કોસંબાથી ભાઠેના કતલખાને જઇ રહ્યા હતાઃ એક ગાયને ફ્રેક્ચર જયારે અન્યને સામાન્ય ઇજા, ચાલક સહિત બે નો ચમ્તકારીક બચાવ
સુરત
જહાંગીરપુરા મેઇન રોડ પર વ્હેલી સવારે ગૌરક્ષકોએ પીછો કરતા 11 ગૌવંશ ભરેલી બોલેરો પીકઅપ વાન પલ્ટી ખાઇ જતા એક ગાયને પગમાં ફ્રેક્ચર જયારે અન્યને નાની-મોટી ઇજા થઇ હતી. જયારે વાન ચાલક સહિત બેનો ચમત્કારીક બચાવ થયો હતો અને પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગૌરક્ષકોને બાતમી મળી હતી કે ઓલપાડ તરફથી બોલેરો પીકઅપ વાનમાં ગૌવંશની ગેરકાયદે હેરાફેરી કરી કત્લખાને લઇ જવામાં આવી રહ્યા છે. જેને પગલે આજે વ્હેલી સવાર ગૌરક્ષકોએ જહાંગીરપુરા મેઇન રોડ પર વોચ ગોઠવી બોલેરો પીકઅપ વાન નં. જીજે-19 એક્સ-7871 નો કારમાં પીછો કર્યો હતો. દરમિયાનમાં જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ નજીક બોલેરો વાનના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાયને પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી ગૌરક્ષકોએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા જહાંગીરપુરા પોલીસ તુરંત જ દોડી ગઇ હતી. બોલેરો પલ્ટી ખાઇ જતા તેમાં અત્યંત નિર્દયતા પૂર્વક ખીચોખીચ બાંધીને રાખવામાં આવેલી એક ગાયને પગમાં ફ્રેક્ચર જયારે એક બળદ તથા ગાય તથા વાછરડા મળી 10 ગૌવંશને નાની-મોટી ઇજા થઇ હતી. જયારે બોલેરો ચાલક મોહમદ સઇદ ઉર્ફે બાબા અબ્દુલ હકીમ શેખ અને નઇમ સલીમ શેખ (બંને રહે. ગોલકીવાડ, સગરામપુરા) વિરૂધ્ધ પશુક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીએસઆઇ એન.સી. થોરાતે ચાલક મોહમદ સઇદ અને નઇમની હાથ ધરેલી પૂછપરછમાં ગૌવંશ ભરેલી બોલેરો પીકઅપ વાન કોસંબા પાસે અજાણ્યા બેથી ત્રણ યુવાનો આપી હતી અને તેઓ ભાઠેના કત્લખાને લઇ જઇ રહ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pDG9IW
via IFTTT
Comments
Post a Comment