અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર
આ વર્ષે નવેમ્બર મહિનો એસ.ટી.નિગમને ફળ્યો છે. રિઝર્વેશન ટિકિટ રદ થવાના કિસ્સામાં ટિકિટ કેન્શન ફી અને રિઝર્વેશન ફીના નામે નિગમને ૧,૨૩,૮૩,૭૬૭ રૂપિયાની જંગી રકમની આવક થવા પામી છે. ચાલુ માસમાં ૨૫ નવેમ્બર સુધીમાં કુલ ૧૭,૬૬,૯૦૯ ટિકિટ બુક તઇ હતી જેમાંથી ૧,૧૦,૫૩૨ ટિકિટ રદ થવા પામી હતી. આ ટિકિટ રદના કિસ્સામાં ૨,૦૨,૭૨,૭૭૯ રૂપિયાનું મુસાફરોને રિફંડ ચૂકવી દેવાયું છે.
નવેમ્બર માસમાં દિવાળીના તહેવારો અને દિવાળી વેકેશન દરમિયાન એસ.ટી.નિગમ દ્વારા રૂટીન બસો દોડાવવા ઉપરાંત એકસ્ટ્રા બસો દોડાવીને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. મુસાફરોએ મોબઇલ, વેબસાઇટ સહિતના મોધ્યમથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી લીધી હતી. પાછળથી મુસાફરી રદ થવાના કિસ્સામાં નિગમે કેન્સલ ફી અને રિઝર્વેશન ફી કાપીને બાકીનું રકમુનં રિફંડ કરી દીધું હતું.
નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ ટિકિટ રદ કરવાના કિસ્સામાં ટિકિટ બુકિંગની તારીખ આગળની તારીખમાં લઇ જવાની પણ મુસાફરોને સવલત અપાઇ હતી. જરૂરિયાતવાળા મુસાફરોએ આ પ્રમાણે મુસાફરી પણ કરી હતી.
તા.૨૫ ઓક્ટોબરથી તા. ૨૪ નવેમ્બર સુધીમાં કુલ ૨૦,૭૨,૮૫૬ ટિકિટ બુક થઇ હતી જેના થકી નિગમને ૪૧.૨૮ કરોડની જંગી આવક થવા પામી હતી.જાહેર પરિવહનના ઇતિહાસમાં પ્રમથ વખત જ સતત ૩૧ દિવસ સુધી રોજ ૧ કરોડની ટિકિટ બુક થઇ હતી. તા.૮ નવેમ્બરે સમગ્ર દેશમાં જીએસઆરટીસીમાં સૌથી વધુ ૯૪,૫૩૯ થી વધુ ટિકિટ બુકિંગ થઇ હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xyPDIJ
via IFTTT
Comments
Post a Comment