ભાવનગરમાં HIV પોઝીટીવના 5700 દર્દીઓ સારવાર હેઠળ


- આજે વિશ્વ એઇડ્સ દિવસ

- અગાઉના કાર્યકાળમાં પ્રતિ વર્ષ 700 થી 800 હતો જે ઘટીને 500 થવા પામ્યો છે

ભાવનગર : ભાવનગરમાં એચ.આઇ.વી. પોઝીટીવ રેટ ધરીને વર્ષે ૫૦૦નો થવા પામ્યો છે અને હાલ ૫૭૦૦ જેટલા દર્દી સારવાર લઇ રહ્યા છે. ત્યારે એચ.આઇ.વી.ની જાગૃતી માટે અને નિયંત્રણ માટે ૧ ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

૧લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ ડે તરીકે વિશ્વ ઉજવી રહ્યું છે. ત્યારે ભારતમાં નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ સમગ્ર દેશમાં એચઆઇવી-એઇડ્સને ફેલાતો અટકાવવા સ્ટેટ લેવલે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા રાજ્યમાં સામાજીક સંસ્થાઓ, વાત્સ્યાયન કેન્દ્રો, એ.આર.ટી. સેન્ટરો અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ શહેરમાં કામગીરી થઇ રહી છે. ત્યારે અસમાનતાનો અંત લાવી એઇડ્સને અને રોગચાળાઓને ખતમ કરવાની થીમ સાથે એચઆઇવી-એઇડ્સ અટકાવવા અને નિયંત્રણની આ કામગીરીને ધ્યાને લઇ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સામાજીક સંસ્થાઓ અને વિવિધ કેન્દ્રોમાં સંચાલકોને સન્માનરૂપે સ્ટાર એચીવર એવોર્ડ રાજ્ય સ્તરીય ઉજવણી કરવામાં આવશે.

ત્યારે સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ અને સરદાર પટેલ સેવા ટ્રસ્ટ નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ છેલ્લા ૨૦ વર્ષથી ભાવનગર શહેરમાં એચઆઇવી-એઇડ્સ નિયંત્રણ અને અટકાયતની કામગીરી કરી રહી છે. એક સમયે વર્ષેદહાડે પોઝીટીવરેટ ૭૦૦થી ૮૦૦ હતો. જે ઘટી ૫૦૦ થવા પામ્યો છે. અને હાલ ભાવનગર જિલ્લામાં ૫૭૦૦ જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. ત્યારે સાતમી વખત નમુનેદાર કામગીરી કરવા બદલ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા ૧લી ડિસેમ્બર સ્ટાર અચિવ એવોર્ડ સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ અને સરદાર પટેલ સેવા ટ્રસ્ટને એનાયત કરાશે. રાજ્ય કક્ષાનો આ એવોર્ડ સમારોહ પ્રમુખ સ્વામિ ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં સંસ્થાનો પ્રતિનિધિ આ એવોર્ડ લેવા માટે જશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o66Q9y
via IFTTT

Comments