વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ગબડયો : રૂપિયો ઝડપથી તૂટયો


(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરમાં બેતરફી વ્યાપક ઉછળકુદ પછી  દિવસના અંતે  ડોલરના ભાવ ઉંચા બંધ રહ્યા હતા.   શેરબજારમાં  આરંભમાં  તેજી આવ્યા પછી ભાવ ગબડતાં  તેની અસરકરન્સી બજારમાં આજેરૂપિયાની વધઘઠ પર જોવા મળી હતી.

ડોલરના ભાવ રૂ.૭૫.૧૦ વાળા આજે આરંભમાં  રૂ.૭૪.૯૧ ખુલ્યા પછી નીચામાં  ભાવ રૂ.૭૪.૮૬ થઈ ગયા હતા તે ત્યારબાદ  ફરી ઉછળી  ઉંચામાં  રૂ.૭૫.૨૦ સુધી પહોંચી  છેલ્લે  દિવસના અંતે  રૂ.૭૫.૧૭ના મથાળે બંધ રહ્યા હતા. 

ડોલરના ભાવ  એકંદરે વધુ  ૭ પૈસા  ઉંચકાયા હતા.  જોકે વિશ્વ બજારમાં   વિવિધ પ્રમુખ કરન્સીઓ  સામે  ડોલરનો ઈન્ડેક્સ  ઉંચા મથાળેથી  ઝડપી તૂટી ગયાના સમાચાર મળ્યા હતા.  ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૬.૭૪ વાળોે આજે નીચામાં  ૯૫.૬૮ થઈ ૯૫.૬૯ રહ્યો હતો.   ડોલરનો ઈન્ડેકકસ આજે  ૦.૬૭ ટકા  તૂટયો હતો.  વિશ્વ બજારમાં  ડોલર ગબડવા છતાં  ઘરઆંગણે  ડોલર ઉંચકાતાં  ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા.

દરમિયાન રૂપિયા સામે  આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ પણ વધુ ઉછળ્યા  હતા. પાઉન્ડના ભાવ રૂ.૧૦૦.૧૮ વાળા  આજે  ઉંચામાં  રૂ.૧૦૦.૪૩  બંધ  રહેતાં ૨૫ પૈસાનો ઉછાળો નોંંધાયો હતો.  યુરોપની કરન્સી યુરોના ભાવ પણ રૂ.૮૪.૭૫  વાળા વધી રૂ.૮૫.૪૧ બંધ  રહેતાં ૬૬ પૈસાની  તેજી જોવા મળી હતી. 

 જાપાનની કરન્સી  આજે રૂપિયા સામે ૦.૭૦ ટકા   વધી  હતી જ્યારે ચીનની કરન્સીના ભાવ રૂપિયા સામે ૦.૩૮ ટકા ઉછળ્યા હતા. મોડર્નાના ઉપર અધિકારીઓના જન્વ્યા   મુજબ હાલની  વેક્સિન  નવા વાયરસ સામે ઓછી  અસરકારક નિવડે  એવી શકેયતા છે. આની અસર પણ આજે રૂપિયા પર જોવા મળી હતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3roVKOL
via IFTTT

Comments