આવકવેરાના દરોડામાં ૨૫૦ કરોડની બિનહિસાબી આવક મળવાની શક્યતા



(પ્રતિનિધિ તરફથી) અંમદાવાદ,મંગળવાર

આવકવેરા ખાતા દ્વારા અમદાવાદના રત્નમણિ ગુ્રપની નારણપુરા હેડ ઓફિસ પર શરૃ કરેલા દરોડા દરમિયાન હાથ લાગેલા દસ્તાવેજી પુરાવાઓની વિશ્લેષણ કરતાં રત્નમણિ ગુ્રપની કંપનીઓએ કરેલા અંદાજે રૃા. ૨૫૦ કરોડની બિનહિસાબી વહેવારોને લગતા દસ્તાવેજી  પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે. આ હિસાબે રૃા. ૮૦ કરોડથી વધુ ટેક્સ અને પેનલ્ટી મળીન ેરૃા. ૧૨૫ કરોડથી વધુની જવાબદારી કંપનીને માથે આવવાની શક્યતા જોવામાં આવી રહી છે. 

આવકવેરા ખાતાએ પાડેલા દરોડામાં રત્નમણિ ગુ્રપ પાસેથી રૃા. ૧કરોડની રોકડ અને રૃા. ૫ કરોડના મૂલ્યની જ્વેલરી મળી આવી હતી. તેમ જ તેની પાસેથી મોટી રકમના આર્થિક વહેવારોને લગતા દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજોની અત્યાર સુધીમાં કરવામાં આવેલી ચકાસણી પરથી જણાઈ રહ્યું છે કે તેમણે રૃા. ૨૫૦ કરોડના આર્થિક વહેવારો છુપાવ્યા છે. તેના પર તેમણે ટેક્સ ભરવાની નોબત આવે તેમ છે. રૃા. ૮૦ કરોડથી વધુનો ટેક્સ ઉપરાંત પેનલ્ટી મળીન ેરૃા. ૧૨૫ કરોડથી વધુ રકમની ચૂકવણી કરવાની જવાબદારી કંપનીને માથે આવે તેવી સંભાવના છે. 

રત્નમણિ ગુ્રપના શેર્સના વહેવારો સાચવવાની બ્રોકર તરીકેની કામગીરી મોનાર્ક ગુ્રપ કરતું હોવાથી તેની પણ તપાસ કરવામાં આવી હતી. તેના રત્નમણિ ગુ્રપના શેર્સના વહેવારોને પહેલા ચકાસવામાં આવી રહ્યા છે. તેમના ૧૫ લૉકરો ઓપરેટ કરવાનું આગામી બેચાર દિવસમાં ચાલુ કરવામાં આવશે. ત્યારબાદ તેમાંથી મળનારી રોકડ કે જ્વેલરીમાં વધારો થઈ શકે છે. જોકે આવકવેરા કચેરીને તેની વિગતો કરતાં બિનહિસાબી આવકના દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કરવામાં વધુ રસ હોવાનું જાણવા મળી રહ્યું છે.  

બીજીતરફ એસ્ટ્રલ પાઈપ્સના ગુ્રપની કરવામાં આવેલી તપાસમાં હજી વધુ આગળ વધી શકાયું નથી. તેની પાસેનો ડેટા એટલો મોટો છે કે તેને કોપી કરીને લેવામાં જ બેથી ત્રણ દિવસ નીકળી ગયા છે. હજી સુધી તેનું સ્કેનિંગ કરી શકાયું નથી. સ્કેનિંગની કામગીરી હવે પછી ચાલુ કરવામાં આવશે. 

મુસ્તફાના લોકરની તપાસ ચાલુ કરાઈ

માણેકચંદ ગુટકાના ડિલર મુસ્તફાના સીલ કરેલા લૉકર ખોલવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે.લૉકરમાંથી વધુ રોકડ મળવાની આશા છે. આ સાથે જ માંદા પડીને હોસ્પિટલમાં દાખલ થયા બાદ મુસ્તફાને પૂરતો આરામ કરવા દઈને આવકવેરા અધિકારીઓએ આજથી તેનું સ્ટેટમેન્ટ લેવાનું ચાલુ કરી દીધું છે. જોકે તેમની સામે બેનામી પ્રોપર્ટી એક્ટનો કેસ બને છે કે નહિ તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3phWcf6
via IFTTT

Comments