ઊનના કપડા પરથી ફંગસ દૂર કરવાના ઉપાય


શિયાળામાં ઊનના કપડાનો ઉપયોગ વધુ થતો હોય છે. ઘણી વખત ઊનના કપડા તેમજ ધાબળા પર ફંગસ લાગેલી જોવા મળે છે. તેથી તેનેસાફ કરવાથી  માટે વિષેષ ટિપ્સ અપનાવી પડે છે. 

હળવા ડિટજર્નટનો ઉપયોગ

ધાબળા અને ઊની વસ્ત્રો પરથી ફંગસ દૂર કરવા માટે હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો. આમ કરવાથી ઊની વસ્ત્રો અન ેધાબળા નવા જેવાજ થઇ જશે. આ ઉપરાંત આ વસ્ત્રોને સાફ કરતી વખતે પાણીમાં ફટકડી પણ ભેળવવાથી સારી રીતે સાફ થાય છે. 

ગરમ પાણીથી ધોવું

જો ધાબળા તેમજ ઊન ીવસ્ત્રોને ગરમ પાણીથી ધોઇ શકાતા હોય તો  ગરમ પાણીનો જ ઉપયોગ કરવો.તેમના લેબલ પણ આપેલી સૂચનાનું પાલન કરવું. લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેવાયેલા આ ધાબળા અને  ઊની વસ્ત્રો પણ ફંગસને દૂર કરવા માટે  સરકાનો અથવા તો વ્હાઇટ વેનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે. પાણીમાં સરકો અથવા વ્હાઈટ વિનેગર ભેળવીને થોડીવાર તેમાં ધાબળા તેમજ ઊની વસ્ત્રોને પલાળી રાખવાથી ફંગસ તેમજ બેકટેરિયા લાગ્યા હોય તે દૂર થશે. 

વધુ રગડવું નહીં

જ્યારે પણ ધાબળા તેમજ ઊની વસ્ત્રો ધોતા હોઇએ ત્યારે તેને વધુ રગડવા નહીં તેમજ બ્રશનો પણ ઉપયોગ કરવો નહીં. 

તડકામાં સુકકવું

ધાબળા તેમજ જૂની વસ્ત્રોને ધોયા પછી તેમાં ભેજ ન રહીજાય માટે તડકામાં સુકવવું.

સિલિકા જેલના પાઉચ સાથે રાખવા

ધાબળા પર ફરી ફંગસ ન લાગે માટે કબાટઅન ેવોર્ડરોબમાં મુકતી વખતે તેની સાથે સિલિકાજેલના પાઉચ મુકવા. 

-  સુરેખા



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FYxJCp
via IFTTT

Comments