ખસખસ
ખસખસ દિમાગને તેજ કરવામાં સહાયક છે. ઠંડીમાં ખસખસનું સેવન કરવાથી પ્રોટીન, કેલ્શિયમ મળે છે. રાતના ખસખસને પાણીમાં પલાળીને સવારે દૂધ સાથે લઇ શકાય છે.
કાજુ
કાજુમાં કેલરીનું પ્રમાણ વધુ હોવાથી ઠંડી ઋતુમાં શરીરનું તાપમાન નિયંત્રિત રાખવાથીવધુ કેલરીની આવશ્યકતા હોય છે. કાજુમાં કેલરી સમાયેલી હોવાથી તેના સેવનથી ફાયદો થાય છે.
બદામ
પલાળેલી બદામને ખાવાથી શરીરમાં ઊર્જા જળવાઇ રકહે છે. તેનેદૂધ, તેમજ તેનો હલવો બનાવીને પણ ખાઇ શકાય છે.
અખરોટ
કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં અખરોટ સહાયક છે. તેમાં ફાઇબર, વિટામિન એ અને પ્રોટીન સમાયેલું હોય છે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
અંજીર
શિયાળામાંઅંજીર ખાવાનું મહત્વ છે. અંજીરના સેવનથી રક્તમાં હેમોગ્લોબીનનું પ્રમાણ વધારવાની ક્ષમતા છે.
ચવ્વનપ્રાશ
ચવ્વનપ્રાશમાં અનેક ઓસડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના ખાવાથી શરીરને સ્ફૂર્તિ, શક્તિ પ્રદાન થાય છે તેમજ પાચનતંત્ર પણ સુધરે છે.
ગઝક
તલ અને ગોળમાંથી બનાવામાં આવેલી મીઠાઇ ગઝકનું સેવન શિયાળામાં લાભદાયી છે. ગોળમાં આર્યન, ફોસ્ફરસ અધિકમ ાત્રામાં સમાયેલા હોય છે. તલમાં કેલશિયમ અન ેવસા સમાયેલા હોય છે. જેથી તેના સેવનથી શરીરને ઠંડીના સમયમાં વધુ કેલરી મળે અને શરીરનું તાપમાન સ્થિર રહે છે.
ખજૂર
ખજૂરમાં આર્યન ઉપરાંત મિનરલ્સ અને વિટામિન સમાયેલા હોય છે. તેથી શિયાળાની ઋતુમાં ૨૦ થી ૨૫ ગ્રામ જેટલું ખજુરનું સેવન કરવું જોઇએ.
દૂધ
રાતના સૂતી વખતે કેસર,આદુ, ખજૂર, અંજીર, હળદરવાળા દૂધમાં નાખીને પીવાથી ઠંડીમાં થનારી શરદી-ઊધરસથી રક્ષણ થાય છે.
મેથીના લાડુ
શિયાળામાં મેથીના લાડુ સરળતાથી પાચન થાય છે. એક લાડુમાં ૩૦૦ થી ૩૫૦ કેલરી સમાયેલી હોય છે. તેમજ કમર ઉપરાંત શરીરના દુખાવામાં રાહત આપે છે
- મીનાક્ષી
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31d5YqP
via IFTTT
Comments
Post a Comment