પંજાબમાં મારો પક્ષ ભાજપ સાથે મળીને સરકાર બનાવશે : અમરિન્દર


કોંગ્રેસ છોડી નવો પક્ષ રચનારા પૂર્વ મુખ્યમંત્રીની જાહેરાત

કોંગ્રેસ છોડનારા અમરિન્દરસિંહે હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર સાથે બેઠક યોજતા અનેક અટકળો તેજ

અમૃતસર : પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ પરિસિૃથતિ વચ્ચે કોંગ્રેસ છોડી પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરનારા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું હતું કે તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરીને પંજાબમાં સરકાર બનાવશે.

સાથે જ તેમણે અકાળી દળથી દુર રહેવાની પણ જાહેરાત કરી હતી.  કેપ્ટન અમરિંદરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે પંજાબમાં વિવાદ ચાલી રહ્યો હતો. જે દરમિયાન કોંગ્રેસે પંજાબના મુખ્યમત્રી પદેથી કેપ્ટનને હટાવ્યા ત્યારથી તેઓ નારાજ હતા.

બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નવા પક્ષનું નામ પંજાબ લોક કોંગ્રેસ આપ્યું છે. જ્યારે કેપ્ટનને પૂછવામાં આવ્યુ કે શું મોટા નેતાઓ આ પક્ષમાં જોડાશે કે કેમ તો જવાબમાં તેમણે કહ્યું હતું કે તમે રાહ જોવો, બધુ જ સારૂ થવા જઇ રહ્યું છે.

અમરિંદરસિંહે કહ્યું હતું કે પંજાબમાં હવે મારો પક્ષ, ભાજપ અને એસએડી મળીને સરકાર રચવા માટેના પ્રયાસો કરશે. બીજી તરફ આ જાહેરાત પહેલા કેપ્ટને હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરની સાથે બેઠક યોજી હતી. જેને પગલે એવી અટકળો હતી કે તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરવા જઇ રહ્યો છે, આ અટકળોને બાદમાં કેપ્ટને સાચી ઠેરવી હતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3E8J3eu
via IFTTT

Comments