વડોદરાઃ ગુજરાત સરકારે વર્લ્ડ બેન્કના સહયોગથી ગુજરાતની ૨૦૦૦૦ જેટલી સરકારી સ્કૂલોને આગામી પાંચ વર્ષમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે વિકસાવવા માટે નિર્ણય કર્યો છે.જેમાં વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૧૮ સ્કૂલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તમામ સ્કૂલોને સ્કૂલો ઓફ એક્સલન્સના ભાગરુપે સ્માર્ટ ક્લાસરુમ, લાઈબ્રેરી, સાયન્સ-ટેકનોલોજી-મેથ્સ લેબોરેટરી, ઈંગ્લિશ લેન્ગવેજ લેબોરેટરી, કોમ્પ્યુટર લેબોરેટરી, લાઈબ્રેરી જેવી તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.ખાનગી સ્કૂલો જેવી જ સુવિધાઓ આ પ્રોજેકટ હેઠળ પસંદ થયેલી સરકારી સ્કૂલોમાં હશે.આ સ્કૂલોમાં શિક્ષકોની એક પણ જગ્યા ખાલી નહી હોય અને કમાન્ડ-કંટ્રોલ સેન્ટરમાંથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરીનુ તેમજ તેમને અપાતા શિક્ષણનુ પણ મોનિટરિંગ પણ કરવામાં આવશે.પ્રોજેકટ હેઠળ આવરી લેવાયેલી શિક્ષણની ગુણવત્તા પર પણ વધારે ભાર મુકાશે.જરુર પડે તો સ્કૂલોમાં વધારાના શિક્ષકોની પણ નિમણૂંક કરવા માટે સરકાર મંજૂરી આપશે.
સૂત્રોનુ કહેવુ છે કે, પ્રોજેક્ટ પસંદ કરાયેલી સ્કૂલોની હાલની માળખાકીય પરિસ્થિતિ તેમજ શિક્ષકોની સંખ્યા અને અન્ય બાબતોા આધારે પ્રમાણે તેને સ્કૂલ ઓફ એક્સેલન્સ ફેરવવા માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.જે પ્રમાણે વડોદરા શહેરની ૧૮ સ્કૂલો પૈકી ૬ સ્કૂલોને ૧૦૦ દિવસમાં, ૬ સ્કૂલોને ૨૦૦ દિવસમાં, ૩ સ્કૂલોને ૩૦૦ દિવસમાં અને ૩ સ્કૂલોને ૪૦૦ દિવસમાં સ્કૂલ ઓફ એક્સેલન્સમાં બદલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે લગભગ ૮૦૦૦ કરોડ રુપિયાનુ બજેટ ફાળવ્યુ છે.આ પૈકી ૩૭૦૦ કરોડની લોન વર્લ્ડ બેન્ક દ્વારા આપવામાં આવનાર છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31eJCFk
via IFTTT
Comments
Post a Comment