વટવા જીઆઇડીસીમાં ઇન્ડિયન ઓવરસીસ બેન્કમાં ચોરી કરવા ગયેલી ગેંગ ઝડપાઇ

અમદાવાદ,રવિવાર

દિવાળીના તહેવારોમાં  તસ્કર ટોળકીએ પૂર્વમાં તરખાટ મચાવ્યો હતો, વટવા જીઆઇડીસીમાં ઇન્ડિયન ઓવરસીસ બેન્કમાં ચોરીના પ્રયાસની ઘટના બની હતી, આ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, પોલીસ તપાસમાં તસ્કર ટોળકીએ બેન્કના શટર તોડીને અંદર ઘૂસી સીસીટીવી કેબલો તોડયા પણ મહત્વની વાત એ છે કે પ્રયત્ન કરવા છતાં તિજોરી તૂટી ન હતી.

બેન્કના શટર  તોડી અંદર ઘૂસી સીસીટીવી કેબલો, કેસ કેબિનના ડ્રોઅર તોડયા પણ તિજોરી જ તૂટી નહી  ઘરફોડ, બેન્ક લૂંટના ગુના ઉકેલાવાની શક્યતા

આ કેસની વિગત એવી છે કે  તા.૨૧ના રોજ વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ઓવરસીસ બેન્કમાં મધરાતે તસ્કર ટોળકી ત્રાટકી હતી, આ ઘટના અંગે પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી તપાસ રહાથ ધરી હતી જ્યાં ક્રાઇમ બ્રાંચે આજે ચોક્કસ બાતમી આધારે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં અમરાઇવાડીમાં જોગેશ્વરી રોડ ઉપર બોગે ફિરદોશ પોલીસ લાઇન પાસે ગઢવીનગરમાં રહેતા ધવલ રસીકભાઇ પરમાર (ઉ.વ.૨૨) તથા અમરાઇવાડીમાં  બાગે ફિરદોશ પોલીસ લાઇન પાસે  સંત સરવૈયાનાથ નગરમાં રહેતા તિર્થસિંહ પુરણસિંહ રાવત (ઉ.વ.૨૦ ) તેમજ ચાણસ્મા તાલુકાના પીંઢારપુરાના રાહુલ ભોગીલાલ પરમાર (ઉ.વ.૨૪)ને બાઇક સાથે ઝડપી પાડયા હતા.

પોલીસ તપાસમાં આરોપીઓ ગત તા. ૨૧ના રોજ મધરાતે બાઇક લઇને વટવા જીઆઇડીસી ખાતે ફેઝ-૩માં આવેલી  ઇન્ડિયન ઓવરસીસ બેન્કમાં  ગયા હતા અને બેન્કના શટરના નકૂચો તોડીને  ચોરી કરવાના  ઇદારે અંદર પ્રવેશ્યા બાદ બેન્કના કેબિનના ડ્રોઅર તોડીને પોતાની ઓળખ છૂપાવવા માટે  સીસીટીવીના કેબલો તોડી નાંખ્યા હતા. કેસ  કેબિનના દરવાજો તોડીને અંદર પડેલી તિજોરી તોડવા ખૂબ પ્રયાસ કર્યા પણ તિજોરી તૂટી ન હતી. સવાર પડી જતાં ચોરી કર્યા વગર ભાગી ગયા હતા. પોલીસે આરોપીઆના રિમાન્ડ મેળવવાની તજવીજ  હાથ ધરી છે, પોલીસ પૂછપરછમાં ઘરફોડ ચોરી તથા બીજી બેન્કમાં લૂંટના ગુના ઉકેલાવાની શક્યતા આધારે તપાસ કરવામાં આવશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3D5ZcQx
via IFTTT

Comments