- અખંડ ભારત માટે પ્રથમ સમર્પણ ભાવના વ્યક્ત કરનાર
- પોતાના શાસનકાળ દરમિયાન કરેલા કર્મના ફળ ભાવનગરની રૈયન માટે આશિર્વાદરૂપ
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની લોકચાહના એટલી હતી કે, આમ પ્રજાએ પ્રાતઃસ્મરણીયનંુ બિરૂદ આપેલ હતું. ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત જાન્યુઆરી સને ૧૯૨૫ કાઠીવાડ રાજકીય પરિષદના ત્રીજા અધિવેશન પ્રસંગે. ત્યારે શ્રી કૃષ્ણકુમારસિહંજીની ઉંમર ૧૯ વર્ષ હતી. ત્યારે તેમનું વિવેશાળ ગોંડલના યુવરાજ ભોજરાજસિંહજીના કુંવરી વિજયાબા સાથે તા.૧૮-૯-૧૯૩૦ અને રાજ્યાભિષેક તા.૧૮-૪-૧૯૩૧ અને લગ્ન તા.૨૧-૪-૧૯૩૧ થયેલ હતા.
સને ૧૯૨૩માં ભાવનગર નગરપાલિકાનો વહીવટ પ્રજા પરિષદને સુપ્રત કરવામાં આવેલ. તેઓના કાર્યકાળમાં ખેડૂતો માટે ખેતી વિષયક સુધારા, ખેડુત દેવા તપાસ સમિતી, ઋણ રાહત યોજના, ખેડુત સંરક્ષણ કાયદો, ૮૫ લાખનું દેવુ માફ, ૨૧ લાખ શાહુકારોને ખેડુતોના રાજ્યે ચુકવ્યા, ૨૦ લાખ ખેડૂત સંકટ નિવારણ ફંડ, ખેડુત પાસે લેણી નિકળતી રૂા.૨૮ લાખ માંડવાલી કરી ગ્રામ સુધારણા ફંડ, સને ૧૯૩૨-૩૩માં રૂા.૪૦ લાખના ખર્ચે નવા બંદર જેટી નિર્માણ, સને ૧૯૦૨માં સ્થાપાયેલ દરબાર બેન્ક તે માટે સને ૧૯૪૨માં બેન્ક રીઝર્વ ફંડ, સને ૧૯૩૮ નાઇટનો ઇલ્કાબ, સૌરાષ્ટ્ર એકમ તરીકે નેવેલ કોમડોર ઇલ્કાબ, સને ૧૯૫૫માં ભારત સરકારે કર્નલ બનાવ્યા.
જવાબદાર રાજ્ય તંત્ર વિશે જુદા જુદા લોકપયોગી ટ્રસ્ટોની સ્થાપના વગેરેના કારણોસર પ્રજાવત્સલ રાજવી તરીકે પ્રતિષ્ઠિત થયા. જ્યારે તેમનું તા.૨-૫-૧૯૬૫ના રોજ અવસાન થયેલ ત્યારે પોતાની સમાધી પર 'મારી પ્રજાનું કલ્યાણ થજો' આજે પણ અંકિત છે. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઇ પટેલને સૌપ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યારબાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો હતો. ગોહિલવાડ રાજપુત સમાજે ઉચ્ચ કક્ષાએ માંગણી કરી હતી.
મહારજા સાહેબને મળેલ ખિતાબ સન્માન તેમની પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ
મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પોતાના કાર્યકાળ દરમિયાન લેફ્ટનન હીઝ હાઇનેસ ખિતાબ અને કીંગ જ્યોર્જ ૪ રજન તથા ૫ કોરોનેશ ચંદ્રક ઉપરાંત કે.સી., એસ.આઇ., યુદ્ધ માટેનો ચંદ્રક, રક્ષણ માટેનો, આઝાદી માટેનો ચંદ્રક પણ તેમને એનાયત કરાયો છે. ત્યારે આ વિભુતીને ભારતરત્ન આપવાની ન્યાયિક માંગણી ઉઠી છે
અખંડ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવા પ્રથમ યોગદાન આપ્યું હતું
આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે સરદાર વલ્લભભાઇ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ મહારાજા કૃષ્ણકુમાસિંહજીએ અપ્રભમ યોગદાન આપ્યું હતું. ૧૫ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ટાઉન હોલમાં અસાધારણ સભા બોલાવી સઘળી સંપત્તિ સાથે ભાવનગરને સમર્પિત કર્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FWk26M
via IFTTT
Comments
Post a Comment