ચરોતર પંથકમાં વાદળછાયું વાતાવરણ : ખેડૂતોમાં ચિંતા વધી


- આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ શક્યતા

- ખેડા અને આણંદ જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી 

વલ્લભવિદ્યાનગર : ચરોતરમાં આજે વહેલી સવારથી જ વાદળ છાયું માહોલ છવાતા ખેડુતોમાં ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગે ૧ લી અને ૨ જી ડીસેમ્બરના રોજ વરસાદ પડવાની આગાહી કરી છે. વાતાવરણ બદલાતા અગામી દિવસમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સવારે સૂર્યપ્રકાશના સ્થાને વાદળની ઘેરાબંધીને લઇને વરસાદ પડવાાનો માહોલ રચાયો છે.

હવામાન વિભાગે બે દિવસ પવનના સુસવાટા સાથે માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે ચરોતર પંથકમાં મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી અને લઘુત્તમ ૧૭.૭ ડીગ્રી નોંધાયું છે. ભેજના ૭૧ ટકા અને પ્રતિ કલાકે પવનની ઝડપ ૧૪ કીમીની ઝડપે પવન ફુંકાઇ રહ્યા છે. 

સમગ્ર દિવસ દરમિયાન વાદળને લઇને વાતાવરણમાં અચાનક પલટાવો આવ્યો છે. ત્યારે માવઠાને કારણે અગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેમ નિષ્ણાંતોએ જણાવ્યુ છે. માવઠાની સંભવીત શક્યતાને લઇને રવિપાકો, જીરૂ, રાઇ, બીનપીયત ઘઉં, ચણા, શાકભાજી ને અસર પહોંચશે તદ્ઉપરાંત ખરીફ પાકોને પણ અસર પહોંચવાની શક્યતાઓ સેવાઇ રહી હોય.ખેડુતોમાં ચિંતા વ્યાપી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3G4PPmq
via IFTTT

Comments