મહિલા બળાત્કારની વાર્તાથી પ્રખ્યાત થઈઃ નિર્દોષ ૧૬ વર્ષ જેલમાં રહ્યો


નવી દિલ્હીઃ અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે બળાત્કાર પર પુસ્તક લખીને મહિલા પ્રખ્યાત થઈ ગઈ તો તેના પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો તે વ્યક્તિ નિર્દોષ હોવા છતાં 16 વર્ષ જેલમાં સબડતો રહ્યો. આ વ્યક્તિ હંમેશા કહેતો રહ્યો હતો કે તેણે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો ન હતો. છેવટે ન્યૂયોર્ક સ્ટેટની સુપ્રીમ કોર્ટે તેને નિર્દોષ છોડયો હતો. જ્યારે બળાત્કારન પીડિતાએ તેના પર લખેલું પુસ્તક બેસ્ટ સેલર રહ્યું. 

બળાત્કારના ખોટા આરોપ હેઠળ એન્થની બ્રોડવોટરે 16 વર્ષ જેલમાં વીતાવ્યાઃ નિર્દોષ જાહેર કરાતા ધ્રૂસકે-ધ્રૂસકે રોહ્યો હતો. પીડિત મહિલા એલિસ સેબોલ્ડે તેના પરના બળાત્કારની ઘટનાને લઈને પુસ્તક લખ્યુ અને તે બેસ્ટ સેલર રહ્યું. આ પુસ્તકે તેને ઓળખ આપી. 

જ્યારે તેના પરના બળાત્કારના આરોપી 61 વર્ષના એન્થની બ્રોડવોટરને  સુપ્રીમ કોર્ટે 16 વર્ષ પછી નિર્દોષ છોડયો. બ્રોડવોટર સતત તે વાતનો ઇન્કાર કર્યો હતો કે તેણે લવલી બોન્સની લેખિકા પર બળાત્કાર કર્યો નથી. 1982માં દોષિત ઠેરવાયા પછી એન્થની બ્રોડવોટરે 16 વર્ષ જેલમાં વીતાવ્યા. તેના વકીલોના જણાવ્યા મુજબ તેને કમસેકમ પાંચ વખત પેરોલથી વંચિત રાખવામાં આવ્યો હતો, કેમકે તેણે તેના પરના આરોપને સ્વીકાર્યો ન હતો. તેણે બે વખત લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ પાસ કર્યો હતો. 

એન્થની બ્રોડવોટરે તેને થયેલી સજા સામે પાંચ વખત અપીલ કરી હતી. છેવટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ગોર્ડન કાફીએ બ્રોડવોટરને બળાત્કારની સજા અને તેની સાથે જોડાયેલા અન્ય મામલામાંથી નિર્દોષ છોડયો. સેબોલ્ડે પોતાની નોવેલ દ્વારા આરોપ લગાવ્યો હતો કે તેની સાથે 1981માં બળાત્કાર થયો હતો. બળાત્કારના પાંચ મહિના પછી તેણે એન્થની બ્રોડવોટરને રસ્તા પર જોતા તેને તેની યાદ આવી હતી. પણ પોલીસ લાઇનઅપમાં તે બ્રોડવોટરની ઓળખ કરી શકી ન હતી. છતાં પણ બ્રોડવોટરને દોષિત ઠેરવાયો હતો. તેના પછી જ એન્થની બ્રોડવોટર વારંવાર કહેતો રહ્યો કે તેણે બળાત્કાર કર્યો નથી. ચુકાદા પછી બ્રોડવોટર ધ્રૂસકે-ધ્રૂસકે રોઈ પડયો હતો.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EaJhC4
via IFTTT

Comments