સૌંદર્ય સમસ્યા .


- ગ્લોસી લિપસ્ટિક અને શાઇની આઇશેડો ઓફિસમાં સારા લાગતા નથી. ન્યૂટ્રલ આઇશેડો બાદ ટ્રાન્સપરન્ટ અથવા બ્લેક ેમકઅપ કરી શકાય.

હું નોકરિયાત યુવતી છું. મને સામાન્ય મેક્અપ ટિપ્સ આપશો.

એક યુવતી (વડોદરા)

કોઇ પણ પ્રકારનો મેક્પઅપ કરતા પહેલા ચહેરાને બરાબર મોઇશ્ચરાઇઝ કરવો.તૈલીય ત્વચા હોય તો મોઇશ્ચરરાઇઝર લગાડયા બાદ મેટ ફિનિશિંગ ફાઉન્ડેશન લગાડવું. રૂક્ષ ત્વચા હોય તો  ફાઉન્ડેશનની બદલે લૂઝ પાવડરનો ઉપયોગ કરવો. બ્રાઉન અને પિંક શેડના ફાઉન્ડેશન વાપરવું નહીં. ત્વચાને મેળ ખાતું જ ફાઉન્ડેશન લગાડવું.આઇ અને લિપ મેકઅપ માટે ન્યૂટ્રલ કલર પસંદ કરવા. ગ્લોસી લિપસ્ટિક અને શાઇની આઇશેડો ઓફિસમાં સારા લાગતા નથી. ન્યૂટ્રલ આઇશેડો બાદ ટ્રાન્સપરન્ટ અથવા બ્લેક ેમકઅપ કરી શકાય. ચીક,ચિન અને કપાળ પર નેચરલ કલરનું બ્લશર લગાડવું.

હું ૨૮ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય છે. મને ક્લિન્ઝિંંગની ટિપ્સ આપશો.

એક યુવતી (મુંબઇ)

પા ટી સ્પૂન મુલતાની માટી, અચધી ચમચી ટામેટાનો ગર, અડધી ચમચી ખીરાનો રસ, અડધી ચમચી દહીં ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર ૧૫-૨૦ મિનિટ લગાડવું. ઠંડા પાણીથી ધોઇ નાખવું.તૈલીય ત્વચા માટેનું આ ઉત્તમ માસ્ક છે.

બે ટેબલસ્પૂન ખીરાનો રસ, બે ટેબલ સ્પૂન ગુલાબજળ ભેળવી ત્વચા પર થપથપાવું તૈલીય ત્વચા માટેનું ઉત્તમ ટોનર છે.

પોણો કપ ગુલાબજળ, પા કપ ગ્લિસરીન, એક ટી સ્પૂન વિનેગાર અને પા ટી સ્પૂન મધ ભેળવી એક શીશીમાં ભરી દેવું. આ એક ફાયદાકારક મોઇશ્ચરાઇઝર થશે જેનો ક્લિન્ઝિંંગન માટે  રોજ ઉપયોગ કરવો.

હું ૨૨ વરસની યુવતી છું.મારા ચહેરા પર ખીલના ડાઘા હોવાથી મારો ચહેરો નિસ્તેજ થઇ ગયો છે.વિવિધ ઉપાયો કર્યા પરંતુ કોઇ ફરક પડતો નથી.મારી સમસ્યાનું નિવારણ કરતા ઉપાય જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

ચહેરાની નિયમિત સફાઇ કરો. ખીલને સ્પર્શ ન કરશો તેમજ તેને ફોડતા નહીં. ખીલ ફોડવાથી ડાઘા રહી જતા હોય છે. રોજિંદા આહારમાંથી તીખા, તળેલા, મસાલાનું પ્રમાણ નહીંવત કરી નાખશો.ફળ તેમજ લીલા શાકભાજીનું પ્રમાણ વધારી દેશો. રાતના સૂતી વખતે ત્રિફલા ચૂરણ ફાકવાનું રાખો.કોઇ પણ ક્રીમ વાપરશો નહીં. દિવસમાં ત્રણ-ચાર વાર એસ્ટ્રીજન્ટનો ઉપયોગ કરવો.

હું ૨૪ વરસની યુવતી છું. વાળમાં ખોડો થઇગયો છે તેને દૂર કરવાના ઉપાય જણાવશો.

એક યુવતી (સુરત)

ખોડાથી વાળને બચાવવા કેશને સાફ રાખવા અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર વાળના પ્રકાર પ્રમાણેના શેમ્પૂથી ધોવા.છેલ્લે રિન્સ  કરતી વરતે વાળમાં શેમ્પૂન રહી જાય તેની ચોકસાઇ રાખવી.  ઉપરાંત દિવસમાં ત્રણ-ચાર વાર વાળમાં કાંસકો ફેરવવો.કેશને વધુ પડતા ગરમ પાણીથી ધોવાની બદલે હુંફાળા પાણીથી ધોવા.પૌષ્ટિક આહાર લેવો. રોજિંદા આહારમાં દૂધ,દહીં, શાકભાજી, ફણગાવેલા અનાજ લેવાવાળને ધૂળ,તડકો વગેરેથી રક્ષણ આપવું. ખોડો હોય તો વાળને જૈતૂનના તેલથી માલિશ કરી  ગરમ પાણીમાં જાડો ટુવાલ પલાળી નિચોવી બાંધી વાળ ફરતે બાંધવો આ રીતે બે-ત્રણ વાર કરવું. વાળમાં અઠવાડિયામાં બે વાર ભૃંગરાજ તેલ નાખવું.

- સુરેખા 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pcvDbh
via IFTTT

Comments