(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ ગબડયા હતા. સોનામાં પણ પીછેહઠ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે નવા વાયરસ ઓમીક્રોનનો ઉપદ્રવ વધી રહ્યાના સમાચાર વચ્ચે વિશ્વ બજારમાં ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમમાં ઔદ્યોગિક માગ રુંધાવાની શક્યતા વચ્ચે આ ધાતુઓના ભાવ વિશ્વ બજારમાં આજે ઝડપી તૂટતા જોવા મળ્યા હતા.
ચાંદીના ભાવ વિશ્વ બજારમાં ઔંશદીઠ ૨૩.૨૫ ડોલરવાળા આજે ઘટી ૨૨.૮૧ થઈ ૨૨.૮૫ ડોલર રહ્યા હતા. જ્યારે પ્લેટીનમના ભાવ ૯૭૧થી ૯૭૨ ડોલર વાળા ગબડી ૯૫૨થી ૯૫૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૮૩થી ૧૭૮૪ ડોલર વાળા તૂટી આજે ૧૭૬૦થી ૧૭૬૧ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાથળ ઘરઆંગણે પણ આજે ચાંદીના ભાવ તૂટયા હતા. અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ તૂટી રૂ.૬૩૫૦૦ બોલાયા હતા. દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૭૯૨થી ૧૭૯૩ ડોલરવાળા ૧૭૮૩થી ૧૭૮૪ થઈ ૧૭૯૨થી ૧૭૯૩ ડોલર રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૪૯૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૯૮૦૦ના મથાળે શાંત હતા.
વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ફરી અઢીથાી ત્રણ ડોલર તૂટયા હતા. ઓમી ક્રોનનો ઉપદ્રવ વધતાં માગ ધીમી પડવાની ભીતિ બતાવાતી હતી. ન્યુયોર્ક ક્રૂડના ભાવ ગબડી બેરલદીઠ આજે ૬૮.૩૪ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ તૂટી ૭૧.૩૮ ડોલર રહ્યા હતા. ક્રૂડના ઉત્પાદક દેશોની ગુરૂવારે મળનારી મિટિંગ પર હવે ક્રૂડ બજારના ખેલાડીઓની નજર રહી છે.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૦.૫૦થી ૦.૫૫ ટકા નરમ રહ્યા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૭૯૩૧ વાળા રૂ.૪૭૯૦૮ જ્યારે ે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૮૧૨૪ વાળા રૂ.૪૮૧૦૧ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૩૦૪૬ વાળા ગબડી રૂ.૬૨૦૫૫ બોલાયા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rscm8q
via IFTTT
Comments
Post a Comment