- આજે મતગણતરી હાથ ધરવામાં આવશે
- નોંધાયેલા 5204 મતદારો પૈકી 3228 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
વધુમાં મળતી વિગતો મુજબ રવિવારના રોજ યોજાયેલ પેટલાદ નગરપાલિકાના વોર્ડની ૧ની પેટાચૂંટણી સંદર્ભે બે મતદાન મથકો ખાતે ઉભા કરાયેલ પાંચ બુથો ખાતે સવારના ૭ઃ૦૦ કલાકથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટાચૂંટણીમાં નોંધાયેલા ૫૨૦૪ મતદારો પૈકી સાંજના ૬ઃ૦૦ કલાક સુધીમાં ૩૨૨૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ૬૨.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. વહેલી સવારથી જ બે મતદાન મથકો ખાતે આવેલ પાંચ બુથો ખાતે મતદારોની લાઈનો લાગી ગઈ હતી. જો કે બપોરના સુમારે મતદાન પ્રક્રિયા મંદ પડી હતી અને ત્યારબાદ અંતિમ કલાકોમાં ઉમેદવારના સમર્થકો દ્વારા મતદાતાઓને મત આપવા જવા સમજાવ્યા હતા. દરમ્યાન બુથ મથકની બહાર બેઠેલા ભાજપના સમર્થકો દ્વારા મતદારોને ભાજપના ઉમેદવારનો ક્રમાંક નંબર ૨ લખેલ ચબરખીઓ આપવામાં આવતા આપના ઉમેદવારના સમર્થકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી થોડા સમય માટે વાતાવરણમાં તંગદીલી ફેલાઈ જવા પામી હતી. જો કે પોલીસ સમયસર ઘટનાસ્થળે પહોંચી જતા મામલો થાળે પડયો હતો. આવતીકાલે એટલે કે તા.૩૦મી નવેમ્બરને મંગળવારના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરનાર છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32LctBR
via IFTTT
Comments
Post a Comment