લ્યો બોલો. આ ખુંખાર આતંકી સંગઠનને દુનિયામાં શરિયા લાગુ પાડવો છે


કાબૂલ,૩૦ ઓકટોબર,૨૦૨૧,શનિવાર 

એક એવું ખુંખાર આતંકી સંગઠન જે અમેરિકા,તાલિબાન અને પાકિસ્તાનનું વિરોધી છે. આ એટલું ખતરનાક આતંકીઓનું નેટવર્ક છે જે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકો અને પાકિસ્તાનના હુકમરાનોને લિબરલ ગણે છે. આ આતંકી સંગઠન સીરિયા અને ઇરાકના વર્ગવિગ્રહ દરમિયાન ફેમસ થયેલા આઇએસનો જ એક ભાગ છે. એવું માનવામાં આવે છે કે સીરિયામાં આઇએસ નબળું પડયું પરંતુ અફઘાનિસ્તાનમાં તેની બ્રાંચ ખોરસાન પ્રાંતમાં આવેલી છે તે ખૂબ મજબૂત છે. આ આતંકી સંગઠનમાં અફઘાનિસ્તાન,પાકિસ્તાન, ચીન, તજાકિસ્તાન, ઇરાન અને રશિયાના ખુંખાર માણસો જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવે છે. 

 ખોરસાનના  પ્રથમ અંગ્રેજી અક્ષર પરથી જ તેની પાછળ કે લખાય છે. આઇએસ કે તાલિબાની સરકાર પર અફઘાનિસ્તાનના ઇસ્લામિક કલ્ચરનો નાશ કરવાનો આક્ષેપ મુકયો છે. ખોરસાન પ્રાંતના આતંકી સંગઠનનાં લિડર નજીફૂલ્લાહેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે દુનિયા આખીમાં શરિયા કાનુન લાગુ પાડવાની મહેચ્છા ધરાવે છે. જેમ પોતાના પેગમ્બર રહેતા હતા એ જ માર્ગ પકડવા માંગે છે. પાકિસ્તાનનને દુશ્મન ગણીને તેની સામે લડવાની પણ વાત કરી છે. નજિફૂલ્લાહ અમેરિકાની આતંકવાદીઓની યાદીમાં હિટલિસ્ટમાં છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ તાલિબાનોએ અફઘાનિસ્તાનના કાબૂલ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં કબ્જો જમાવ્યો એ પછી આઇએસ કે વધારે સક્રિય બન્યું છે.

આ આતંકી સંગઠન ખલિફા રાજમાં માને છે, તે સમગ્ર દુનિયાને શરિયત હેઠળ લાવવા ઇચ્છે છે. ૨૦૧૯માં અફઘાનિસ્તાનના તાલિબાન આતંકી સંગઠને અમેરિકા સાથે શાંતિ કરારો કર્યા ત્યારથી કેટલાક જેહાદી ગુ્રપના માણસો નારાજ થયા હતા.જેમાંના ઘણા બધાએ આઇએસ કે ની વાટ પકડી હતી. ખુદ નજીફૂલ્લાહ માને છે કે તાલિબાનના ખોટા વાયદાઓથી કંટાળીને જ ખુસરાન (આઇએસ કે)માં જોડાવું પડયું છે.  મુલ્લા ઉમરના સમયે તાલિબાન સાથે રહેલા આઇએસ કે ના આતંકીઓએ ત્યાર પછી અલગ રાહ પકડી હતી. તેઓ આજે પણ મુલ્લા ઉમરનો વીડિયો જોવા ઇચ્છે છે પરંતુ તાલિબાનો બતાવતા નથી એવો આરોપ નજીફુલ્લાહે મુકયો હતો.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bz4VO1
via IFTTT

Comments