મુલ્લાપેરિયાર ડેમમાંથી પાણી છોડાયું, કેરળના ઈડુક્કી જિલ્લામાં રેડએલર્ટ


તમિલનાડુની સરકારે મુલ્લાપેરિયાર ડેમમાંથી પાણીનો જથ્થો છોડયો હતો. તેના કારણે કેરળના નીચાળવાળા ઈડુક્કી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયો હતો. કેરળ સરકારના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે ડેમમાં જળસપાટી ૧૩૮ ફૂટે પહોંચી ગઈ હતી.

એ પછી તમિલનાડુ સરકાર સંચાલિત એ ડેમમાંથી જળરાશિ છોડવાનો નિર્ણય લેવાયો હતો. ૧૨૬ વર્ષ જૂના ડેમમાંથી પાણી છોડાયું એટલે કેરળના નીચાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા હતા. કાંઠાના વિસ્તારોમાં ઘણાં ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું.

જોકે, એમાં કોઈ જ જાનહાનિ થઈ ન હતી. લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. મુલ્લા પેરિયાર ડેમના બે ગેટ ખોલવામાં આવ્યા હોવાનું તમિલનાડુની સરકારે કહ્યું હતું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EvdueG
via IFTTT

Comments