ડીઆરડીઓ અને હવાઈદળે સ્વદેશી લોંગ રેન્જ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યુ


ભારતે પહેલી વખત સ્વદેશી લોંગ રેન્જ બોમ્બ જાતે બનાવ્યા

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) અને ભારતીય હવાઈદળે શુક્રવારે એક હવાઈ પ્લેટફોર્મ દ્વારા સ્વદેશી રીતે વિકસિત લોંગ રેન્જ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ. 

ડીઆરડીઓ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે ભારતીય હવાઈદળના લડાકુ વિમાનમાંથી છોડવામાં આવતા લાંબી રેન્જના બોમ્બે લાંબું અંતર ખેડતા જમીન પર ઉપલબ્ધ લક્ષ્યનો ચોકસાઈપૂર્વક વધ કર્યો. ડીઆરડીઓએ જણાવ્યું હતું કે આ પરીક્ષણમાં મિશનના બધા હેતુઓને સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો. 

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે આ શસ્ત્ર ભારતીય સશસ્ત્ર દળને વધારે મજબૂત બનાવશે. સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બોમ્બના ઉડ્ડયન અને પર્ફોર્મન્સનુ દેખરેખ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ (ઇઓએએટીેસ, ટેલિમેટ્રી અને રાડાર સહિત કેટલીય રેન્જ સેન્સર દ્વારા જોવાઈ. તેને ઓડિશાના ચાંદીપુર પરીક્ષણ સ્થળે ગોઠવાઈ હતી. 

એલઆર બોમ્બ હૈદરાબાદ સ્થિત ડીઆરડીઓ, રિસર્ચ સેન્ટર ઇમરત દ્વારા ડીઆરડીઅઓની અન્ય પ્રયોગશાળાઓના સમન્વયથી ડિઝાઇન કરાયું છે અને વિકસાવાયું છે. ડીઆરડીઓના સચિવ અને વડા ડો. સતીષ રેડ્ડીએ પોતાની ટીમોને આપેલા સંદેશમાં જણાવ્યું હતું કે એલઆર વર્ગના બોમ્બનું સફળ પરીક્ષણ આ વર્ગની આ વર્ગની હથિયાર પ્રણાલિ અને સ્વદેશીના વિકાસમાં નવું સીમાચિન્હ સાબિત થશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vUZGag
via IFTTT

Comments