(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઇ : મુંબઈ તેલિબિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. દિવાળીના તહેવારો નજીક આવવા છતાં બજારમાં મોસમી માગ ધીમી રહેતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટે સૂસ્ત રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના ઘટી રૂ.૧૪૨૫ રહ્યા હતા.
જ્યારે કપાસીયા તેલના ભાવઘટી રૂ.૧૩૩૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર બાજુ સિંગતેલના ભાવ રૂ.૧૩૭૫ તથા ૧૫ કિલોના રૂ.૨૨૦૦ રહ્યા હતાજ્યારે કોટન વોશ્ડના ભાવ રૂ.૧૨૭૦થી ૧૨૭૧ બોલાઈ રહ્યા હતા. મુંબઈ બજારમાં આયાતી પામતેલના ભાવ રૂ.૧૧૯૮ જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૧૧૪૫ રહ્યા હતા. સોયાતેલના ભાવ ડિગમના રૂ.૧૨૫૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૦૦ બોલાતા હતા.
સનફલાવરના ભાવ રૂ.૧૨૫૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૩૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૭૫૦ બોલાતા હતા. દેશમાં મસ્ટર્ડનું વાવેતર નોંધપાત્ર વધ્યાના નિર્દેશો હતા. આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં મસ્ટર્ડ- સરસવના વાવેતરમાં આશરે ૨૫થી ૨૬ ટકાની વૃધ્ધિ થઈ છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં મસ્ટર્ડનું વાવેતર વધ્યું છે.
દરમિયાન, દેશમાં આયાત થતા ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે દિવાળી પૂર્વે વધારો કર્યો છે અને આના પગલે આયાતી ખાદ્યતેલો પરની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃધ્ધિ થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
આવી ટેરીફ વેલ્યુ ક્રૂડ પામ ઓઈલ સીપીઓની ૧૨૦૩ વાળી ૧૨૩૯ ડોલર કરાઈ છે જ્યારે પામોલીનની ૧૨૨૪ વાળી ૧૨૬૨ ડોલર તથા સોયાતેલની ૧૩૮૮ વાળી ૧૪૦૬ ડોલર કરવામાં આવી છે. આના પગલે સીપીઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ટનદીઠ રૂ.૨૨૬ વધી છે જ્યારે પામોલીનની રૂ.૫૫૫ તથા સોયાતેલની રૂ.૭૫ વધી છે.
વિશ્વબજારમાં અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૪૦ પોઈન્ટ વધ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ ૧૭ પોઈન્ટ, સોયાબીનના ૨૦ પોઈન્ટ અને કોટનના ૧૧૨ પોઈન્ટ ઉંચકાયાના સમાચાર હતા.
દરમિયાન, મુંદ્રા- હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ સોયાતેલના રૂ.૧૨૫૨થી ૧૨૭૫ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૩૬૦થી ૧૩૬૫ રહ્યા હતા. આર્જેન્ટીનામાં હવામાન સોયાબીનના પાક માટે હાલ પ્રતિકુળ રહ્યું છે. અમેરિકામાં સોયાતેલના ભાવ વધતાં હવે મલેશિયા ખાતે સોમવારે પામતેલના ભાવઉંચા ખુલવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CqVL7E
via IFTTT
Comments
Post a Comment