માલદીવ સમુદ્રની સૌથી નીચેની સપાટીએ વસેલો વિશ્વનો એક માત્ર દેશ


માલા,૩૦ ઓકટોબર,૨૦૨૧,શનિવાર 

માલદિવ માત્ર ૪ લાખની વસ્તી અને ૧૧૯૮ જેટલા ટાપુઓથી બનેલા આ દેશ દરિયાની સપાટીથી સરેરાશ ૫ ફૂટનું અંતર ધરાવે છે. ૨૫૦ ટાપુઓ પર માનવ વસ્તિ પથરાયેલી છે અને ૫૦ ટાપુઓ તો લગભગ ડૂબવામાં છે.માલદિવના વિલિન્ગ્લી આઇલેન્ડનું  દરિયાની સપાટીથી અંતર ૨.૪ મીટરનું છે જે દેશમાં સૌથી વધુ છે. આથી જો ગ્લોબલ વોર્મિગના કારણે દરિયાની સપાટી વધતી રહેશે તો થોડાક દાયકાઓમાં જ તેનું અસ્તિત્વ ના રહે તેવી શકયતા છે એવું નિષ્ણાતોનું માનવું છે. ૨૧ મી સદીના અંત સુધીમાં સી લેવલમાં ૫૯ સેમીનો વધારો થાય તેવી શકયતા છે. જે રીતે વાતાવરણમાં અસામાન્ય રીતે તાપમાનમાં ફેરફાર થઇ રહયો છે તે જોતા સમુદ્રની સપાટી વધતી જવાની છે. જો આ રીતે ગ્લોબલ વોર્મિગ ચાલું રહેશે તો દુનિયામાં માલદિવ દેશ સૌથી પહેલો ડૂબીને નાશ પાંમશે. પ્રવાસન અને મત્સ્યપાલન માલદિવની આવકના મહત્વના સોર્સ છે.


ન્યૂ યર અને સમર વેકેશન દરમિયાન પ્રવાસીઓના ઘસારો રહે છે. ક્રિસ્ટલ પાણીનો કુદરતી નજારો પણ અદભૂત હોય છે.નિષ્ણાતોનું માનવું છે કે એક સમયે માલદિવના લોકોએ જો બચવું હશે તો સ્થળાંતર કરીને બીજે જવું જ પડશે.આથી માલદિવે અત્યારથી જ પોતાની વૈકલ્પિક હોમલેન્ડ અંગે વિચારવું જોઇએ.જો કે માલદિવના લોકો અને સત્તાવાળાઓ કોઇ પણ ભોગે પોતાનું ઘર છોડીને દાયકાઓ સુધી કલાઇમેટ ચેન્જના શરણાર્થી બની જીવવા માંગતા નથી. એક માહિતી મુજબ માલદિવનું કલ્ચર જોતા ભારત અથવા શ્રીલંકા દેશ રહેવા માટે સલામત હશે. એક માહિતી મુજબ વિશાળ ભૂ વિસ્તાર ધરાવતો ઓસ્ટે્રલિયાખંડ પણ શિફ્ટ થવા માટે અનુૂકૂળ પડે તેવો છે.૨૦૦૮માં માલદિવ સરકારે પણ કબુલ્યું હતું કે અમે એવી કોમ છીએ જેને પોતાની જમીન ગુમાવી દેવાનો સૌથી વધારે ખતરો રહે છે. જો દરિયાની સપાટી વધશે તો તેની સૌથી વધારે અસર માલદિવને પ્રથમ થવાની છે.

  



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZxhwUO
via IFTTT

Comments