(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૧
સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશમાં વેટનું પ્રમાણ વધારે હોવાને કારણે ત્યાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ ૧૨૦ રૃપિયાને પાર થઇ ગયો છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર એક નવેમ્બરથી ડોમેસ્ટિક એલપીજી જ નહીં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ પણ વધવાની સંપૂર્ણ શક્યતા છે.
ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણઓક્ટોબર મહિનામાં પેટ્રોલમાં ૭.૪૫ રૃપિયા અને ડીઝલમાં ૮ રૃપિયાનો વધારો થયો છે. હવે એલપીજી ભાવ વધવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવાને કારણે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને એલપીજી સિલિન્ડરના વર્તમાન ભાવે સિલિન્ડર દીઠ ૧૦૦ રૃપિયાનું નુકસાન થઇ રહ્યું છે.
આ સાથે જ આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૯.૩૪ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૮.૦૭ રૃપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનોે ભાવ વધીને ૧૧૫.૧૫ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૧૦૬.૨૩ રૃપિયા થઇ ગયો છે.
આજે સળંગ ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતાં. તેની પહેલા ૨૫ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ૨૫ ઓક્ટોબર પહેલા પણ સળંગ ચાર દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે જ્યારે ૧૮ રાજ્યોમાં ડીઝલ પણ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશમાં સૌથી વધુ છે. ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૨૧.૫૨ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૧૨.૪૪ રૃપિયા થઇ ગયો છે.
૨૮ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમા ૮.૧૫ રૃપિયાનો વધારો થયો છે. જ્યારે ૨૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૯.૪૫ રૃપિયાનો વધારો થયો છે. આ અગાફ ચાર મેથી ૧૭ જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GGnwvk
via IFTTT
Comments
Post a Comment