પાકિસ્તાન સરકારે તાલિબાની રાજદૂતોને દૂતાવાસમાં કામ કરવાની ચુપચાપ પરવાનગી આપી દીધી હતી, પણ એની માહિતી મીડિયામાં લીક થઈ જતાં ઈમરાન ખાનની પોલ ખુલી ગઈ હતી. એક તરફ ઈમરાન ખાને તાલિબાનની સરકારને સત્તાવાર સ્ટેટ્સ આપ્યું નથી ને બીજી તરફ રાજદૂતને કામ કરવાની પરવાનગી આપી દીધી હતી.
પાકિસ્તાનની સરકારે તાલિબાને નિયુક્ત કરેલા રાજદૂતોને ઈસ્લામાબાદમાં અફઘાન મિશનનું કામ કરવાની પરવાનગી આપી દીધી હતી. એક તરફ ઈમરાન ખાને દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે તાલિબાની સરકારને સત્તાવાર માન્યતા આપવાની ફાઈલ રોકી રાખી છે, પરંતુ એ માત્ર દેખાડા ખાતર છે એ સાબિત કરીને તાલિબાનના રાજદૂતોને કામ કરવાની છૂટ આપીને આતંકવાદી તાલિબાની સરકારને આડકતરી માન્યતા આપી દીધી છે.
ચુપચાપ પરવાનગી આપી દઈને તેની કોઈ જ જાહેરાત કરી ન હતી, પરંતુ મીડિયા રીપોર્ટ્સમાં પાકિસ્તાની સરકારની પોલ ખુલી ગઈ હતી. ઈમરાન ખાનની સરકારે એક તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી નથી તો પછી તેના રાજદૂતોને સત્તાવાર વિઝા કેવી રીતે આપ્યા એ સવાલો પણ સર્જાયા હતા?
મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે તાલિબાને નિયુક્ત કરેલા રાજદૂત મોહમ્મદ શોકેબે ઈસ્લામાબાદના દૂતાવાસમાં તાલિબાનના પ્રથમ સચિવ તરીકે કામગીરી શરૃ કરી દીધી છે. તે સિવાય પેશાવર, કરાચી અને ક્વેટામાં વાણિજ્ય દૂતાવાસ કચેરીમાં પણ એક એક રાજદૂતે કામ શરૃ કરી દીધું છે.
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ જુલાઈ માસથી બંધ હતું. આ મહિનાના અંતે તેને ચુપચાપ ચાલું કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાને અફઘાન મિશનના નામથી પરવાનગી આપી હતી. એટલે કે અફઘાનિસ્તાનના લોકો માટે કામ કરી શકાય તે માટે રાજદૂતોને પરવાનગી આપી હોવાનો બચાવ કરી શકાય તે માટે આવા નામ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w21oac
via IFTTT
Comments
Post a Comment