દિવાળીની હવામાં શ્વાસ લેવાનું મુશ્કેલ થશેઃ પ્રદૂષણ છ ગણું વધ્યું


નવી દિલ્હીઃ ઉત્તર ભારતના કેટલાક રાજ્યમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે.કેટલાય સ્થળોએ પરાળી સળગાવવાથી પ્રદૂષણ વધી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં પણ તેની સીધી અસર દેખાઈ રહી છે. દિલ્હીના આઇટીઓ પર સવારે આઠ વાગે એક્યુઆઇનો સ્તર ખરાબ રહ્યો હતો. આનંદવિહારમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ સ્તરે હતું. તેનું સ્તર સવારે આઠ વાગે ૩૩૩  હોય છે. ઠંડીની સીઝનમાં હવામાં ભેજ અને હવામાં ઉપલબ્ધ બારીક કણ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. પ્રદૂષણ નિયમન બોર્ડના તાજા આંકડા મુજબ તેનું સ્તર સવારે 212 હતું. દિલ્હીની જોડેના હરિયાણામાં વાયુ પ્રદૂષણનું સ્તર 284 હતું. 

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે હવાનું પ્રદૂષણ સ્તર અત્યંત ખરાબ હતું. આગામી બે દિવસમાં હવા બદલાતા પ્રદૂષણનું સ્તર વધારે ઊંચી સપાટીને આંબી શકે છે. દિલ્હીમાં દિવાળી સુધી હવામાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તર સુધી વધી જશે. 

દિલ્હી અને એનસીઆરમાં હવાના પ્રદૂષણના સ્તર પર નજર રાખતી સંસ્થાના અહેવાલ મુજબ દિલ્હીના મથુરા રોડ વિસ્તારમાં પીએમ 2.5 સ્તર 316 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર નોંધાયું હતું. જ્યારે પીએમ દસનું સ્તર 295 પર હતું. 

આ જ રીતે દિલ્હી એરપોર્ટની આસપાસ પીએમ 2.5નું સ્તર 306 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર રહ્યું હતું. જ્યારે પીએમ દસનું સ્તર 213 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર નોંધાયું હતું. હવામાં પીએમ 2.5નું સ્તર 60 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબીક મીટર અને પીએમ-દસનું સ્તર 100 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબીક મીટરથી વધારે ન હોવું જોઈએ. 

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના પ્રોજેક્ટના નિર્દેશક ડોક્ટર ગુફરાન બેગ મુજબ હરિયાણા અને પંજાબમાં કેટલીક જગ્યાએ પરાળી સળગાવવામાં આવતા તેની અસર દિલ્હીના હવાની ગુણવત્તા પર પડી રહી છે. હવાની ઝડપ ઘટતા આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર ઘટી શકે છે. 

મોસમ વિજ્ઞાનીના જણાવ્યા મુજબ દિલ્હીમાં હવાની ઝડપ ઘણી ઓછી છે. આવામાં જે પ્રદૂષણ અહીં આવ્યું તે ઘણો સમય ત્યાં રોકાયેલું રહ્યું છે. એક ચક્રવાતના પગલે 31 ઓક્ટોબરથી હવાઓના બહાવમાં ફેરફાર થશે. દાલમાં તો દિલ્હી-એનસીઆરમાં ઠંડી હવા આવી રહી છે. 31મી ઓક્ટોબરની સાંજથી હવા બદલાતા દિલ્હી અને એનસીઆરમાં દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમમાંથી હવા આવવાની સંભાવના છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mrUdVr
via IFTTT

Comments