ઉતરાખંડના આ ગામમાં લોકો ઘાસને આગ લગાડીને દિવાળી કેમ ઉજવે છે ?


દહેરાદૂન, 29 ઓકટોબર,2021.શુક્રવાર 

ઉતરાખંડ રાજયના ચમોલી દેવભ્મિના ગ્રામીણ વિસ્તારમાં દિવાળી મનાવવાનો અલગ જ અંદાજ છે.ધાટ બ્લોકના જાખણી ગામમાં લોકો ફટાકડા ફોડીને કે દિવા પ્રગટાવીને નહી પરંતુ આગ લગાડીને દિવાળી ઉજવે છે. ખાસ કરીને જંગલ વિસ્તારમાં જયાં ચીડના વૃક્ષના છોતરા અને તેની નીચેના સૂકા ઘાસ એકત્ર કરીને અગ્નિ પેટાવે છે.દિપાવલી ભલે દિપોની હારમાળાનો તહેવાર ગણાતો હોય પરંતુ આ ગામમાં દિવા પ્રગટાવવાનું મહત્વ નથી.આથી સમગ્ર વિસ્તારમાં આગ લાગી હોય તેવો માહોલ ઉભો થાય છે. મહિલાઓ અને બાળકો પેઢી દર પેઢીથી ચાલી આવતી આ પરંપરાના સાક્ષી બને છે.

સૌથી નવાઇની વાત તો એ છે કે પુરુષોમાં યુવા અને ઉંમરલાયક એમ બે ટુકડીઓ પાડવામાં આવે છે.વયસ્ક પુરુષો ખાસ ભેગું કરીને આગ લગાડતા રહે છે જયારે યુવા ટીમે તેને બુઝવવાનો પ્રયાસ કરે છે. આ અનોખી પરંપરાના માધ્યમથી ગામ લોકો પર્યાવરણ બચાવોનો મેસેજ આપે છે. જો કે આ પરંપરા હોવાથી તેમાં જંગલમાં આગ ના લાગી જાય કે વૃક્ષ સળગી ના જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ પ્રેકટિસના લીધે જયારે પણ જંગલમાં આગ લાગે ત્યારે ગામ લોકો બુઝાવા માટે પહોંચી જાય છે. આ રીતે આ પરંપરા ખૂબજ ઉપયોગી સાબીત થઇ છે. જાખણી ગામમાં દિવાળીના દિવસે આ પરંપરામાં ભાગ લેવા માટે શહેરમાં રહેતા યુવાનો પણ આવી પહોંચે છે




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pM7slW
via IFTTT

Comments