(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૧
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૮૩૦ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૨,૭૩,૩૦૦ થઇ ગઇ છે. નેશનલ રિકવરી રેટ ૯૮.૨૦ ટકા થઇ ગયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૫૯,૨૭૨ થઇ છે. જે છેલ્લા આઠ મહિનાના સૌથી ઓછા કેસ છે.
જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૪૪૬ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૫૮,૧૮૬ થઇ ગઇ છે. સળંગ ૨૩મા દિવસે કોરોનાના નવા કેસ ૨૦,૦૦૦ની નીચે રહ્યાં છે. જ્યારે સળંગ ૧૨૬મા દિવસે કોરોનાના નવા કેસ ૫૦,૦૦૦ની નીચે નોૅંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૨૨૮૩નો ઘટાડો થયો છે.
દૈનિક પોઝિટિવ રેટ ૧.૧૩ ટકા રહ્યો છે. જે છેલ્લા ૨૭ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૧૮ટકા રહ્યો છે. જે છેલ્લા ૩૭ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. અત્યાર સુધી વેક્સિનના અપાયેલા ડોઝની સંખિયા ૧૦૬.૧૪ કરોડને પાર થઇ ગઇ છે.
કોરોનાને કારણે અત્યાર સુદી કુલ ૪,૫૮,૧૮૬ લોકોનાં મોત થયા છે. જે પૈકી ૧,૪૦,૧૯૬ મોત મહારાષ્ટ્રમાં, ૩૮,૦૭૧ કર્ણાટકમાં, ૩૬,૦૯૭ તમિલનાડુમાં, ૩૧,૫૧૪ કેરળમાં, ૨૫,૦૯૧ દિલ્હીમાં, ૨૨,૯૦૦ ઉત્તર પ્રદેશમાં, ૧૯,૧૨૬ પશ્ચિમ બંગાળમાં થયા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y1PJvg
via IFTTT
Comments
Post a Comment