મુંબઈ : તહેવારોની સિઝન અને આર્થિક પ્રવૃત્તિને ગતિ મળતા રિટેલ, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં સપ્ટેમ્બર ૨૦૧૧માં લોન લેવાની પ્રવૃત્તિમાં વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રિટેલ સીરિઝમાં હાઉસિંગ, વ્હીકલ, ક્રેડિટ કાર્ડ આવે છે, જેમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં ૧૨.૧ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જેની તુલનામાં સપ્ટેમ્બર ૨૦૨૦માં ૮.૪ ટકાની વૃદ્ધિ આવી હતી.
સપ્ટેમ્બર ૨૦૨૦ની સરખામણીએ વર્તમાન વર્ષના આ મહિનામાં રિટેલ ધિરાણમાં ૧૨.૧૦ ટકા વધારો થયો છે. હાઉસિંગ, વાહનો, ક્રેડિટ કાર્ડસ વગેરે સેગમેન્ટ રિટેલ ધિરાણમાં આવી જાય છે.
હાઉસિંગ, વાહનો તથા ગોલ્ડની સામે લોન્સને કારણે રિટેલ ક્રેડિટમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિનો આંક ૯.૯૦ ટકા રહ્યો હતો. ઉદ્યોગોને ધિરાણમાં પણ ૨.૫૦ ટકા વધારો જોવા મળ્યો હોવાનું રિઝર્વ બેન્કના આંકડા પરથી જણાય છે.
દેશમાં ગણેશોત્સવથી તહેવારોની મોસમ શરૂ થઈને તે વર્ષના અંત સુધી ચાલે છે. વાહનો, રહેઠાણો તથા અન્ય સાધનોની ખરીદી આ તહેવારો દરમિયાન વધુ થતી હોય છે, તેને કારણે એક કેલેન્ડર વર્ષના પાછલા ૬ મહિનામાં ધિરાણ ઉપાડ ઊંચો જોવા મળે છે, એમ પણ બેન્કિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક મુજબ, સર્વિસ સેક્ટરનો લોન ગ્રોથ સપ્ટેમ્બર ૨૦૨૧માં ઘટીને ૦.૮ ટકા થઈ ગઈ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o0J5P5
via IFTTT
Comments
Post a Comment